Nawanagar Time
ગુજરાત જામનગર

2019નો જંગ જીતવા વિશ્ર્વાસ વ્યકત કરતાં મોદી

modi-expresses-faith-in-winning-the-2019-elecion

આતંકવાદ ખતમ કરનારી સરકાર સાથે રહેવાય કે નહીં? મોદીનો પ્રજાને સવાલ: જામનગરમાં 1 હજાર કરોડથીવધુના વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે મોદી ખીલ્યા.

એરસ્ટ્રાઈક વખતે રાફેલ હોત તો આપણે એકે’ય ગુમાવવા ન પડત અને સામેવાળાના એકે’ય બચત નહીં: પશુપાલકોને પણ કિશાન જેવા લાભ: મોદી

જામનગર:-પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક બાદ આજે પ્રથમ વખત જ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી જામનગરમાં જોરદાર ખીલ્યા હતાં અને પોતાના પ્રવચનમાં આગામી ર019 ની લોકસભા ચૂંટણી જંગ  જીતવાનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન મોદીના મન ઉપર એરસ્ટ્રાઈક એટલી અસર કરી ગઈ છે કે, આજે તેઓએ ‘આયુષ્યમાન’ યોજનાનો લાભ નાગરિકોને દેશભરમાં ભોપાલ, કોલકાતા પણ મળી શકવાની સાથે ભૂલ-ભૂલમાં ‘કરાંચી’ શબ્દનો ઉલ્લેખ કરી નાખ્યો હતો. જો કે, સભા મંચ પરથી તેઓએ સ્વિકાર્યું હતું કે, હમણાં મારા મનમાં આ વિચારો આવે છે. ઈશ્ર્વર કરે’ને વડાપ્રધાનના શબ્દો સાચા ઠરે અને પુન: અખંડ ભારતનું નિર્માણ થાય તેવું વડાપ્રધાનના પ્રસંશકો આ શબ્દો બાદ ચર્ચી રહ્યાં હતાં.

modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion

આજરોજ વડાપ્રધાન મોદી જામનગર જિલ્લાને 966 કરોડથી વધુના વિકાસકામોની ભેંટ ધરવા આવી પહોંચ્યા હતાં. સવારે તેઓએ ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં સુવિધાયુકત 7પ0 બેડની નવી હોસ્પિટલનું લોકાર્પણ કરી જોડિયા ખાતે દરિયાના ખારા પાણીને મીઠાં બનાવવાના ડિસિલીનેશન પ્લાન્ટનું શિલારોપણ કર્યું હતું. સાથે-સાથે રાજકોટ-કાનાલૂસ ડબલટ્રેક રેલવે પ્રોજેકટનો પણ શિલાન્યાશ કરી ‘હમસફર ટ્રેન’ને લીલી ઝંડી બતાવી હતી. ઉપરાંત રણજીત સાગર ડેમમાં નર્મદાના નીરને આવકાર્યા હતાં તો આજી-3 થી જામનગરના ખીજડિયા સુધી પહોંચતી પીવાના પાણીની લાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું. તદ્ ઉપરાંત વડાપ્રધાનના હસ્તે જામનગરની બે જૂદી-જૂદી આવાસ યોજનાના લાભાર્થીઓને સિમ્બોલિક રીતે ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી.

જામનગરના બ્રાસપાટર્સ ઉદ્યોગને યાદ કરી વડાપ્રધાને કહ્યું,મોદી સરકારમાં લઘુ ઉદ્યોગને પ9 મિનિટમાં એક કરોડની લોન

જામનગરના પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલી જાહેર સભામાં મોદીએ આજે શિવરાત્રિના શુભ અવસરે સોમનાથ અને નાગેશ્ર્વરની ધરતી પર પગ મૂકવાના અવસર મળતાં પોતાને ભાગ્યશાળી ગણાવી  ‘સૌની યોજના’ થકી ગુજરાતને હરિયાળું બનાવવાના પોતાની યોજનાની વિસ્તૃત માહિતી જનમેદનીને આપી હતી.  સાથો-સાથ નર્મદાના પાણી પાણી નહીં, પરંતુ પારસ હોવાનું જણાવી લોકોને પાણી બચાવવા માટે આંદોલન ચલાવવા સંકલ્પ કરાવ્યો હતો.

modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion

વધુમાં વડાપ્રધાન મોદીએ ‘આયુષ્યમાન ભારત’ યોજના અંગે વાત કરતાં કહ્યું હતું કે, અમેરિકા-કેનેડા અને મૅક્સિકોની કુલ વસતિ જેટલાં લાભાર્થીઓને આવરી લેવાયા છે. આ યોજના થકી જામનગરનો કોઈપણ વ્યક્તિ ભોપાલ ગયો હોય અને માંદો પડે તો ત્યાં જ સારવાર ઉપલબ્ધ છે. જો તે કોલકાતા ગયો હોય કે પછી …… કરાંચી(!) વડાપ્રધાન મોદી આજે એટલાં ઉત્સાહિત હતાં કે, આયુષ્યમાન ભારત યોજનાનો લાભ ક્યાં-ક્યાં મળે? તે સ્થળોના વર્ણનમાં ભૂલથી ‘કરાંચી’ બોલી ગયાં હતાં. જો કે, તુરંત જ તેઓએ પોતાના શબ્દો પાછા વાળી લઈ એરસ્ટ્રાઈકને યાદ કરી પોતાના મનમાં શું ચાલી રહ્યું છે? તેની ઝલક લોકોને બતાવી હતી. વડાપ્રધાન મોદીના આ શબ્દપ્રયોગથી ઉપસ્થિત જનમેદનીમાં આશ્ર્ચર્ય છવાયું હતું.

modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion

દરમિયાન વડાપ્રધાન મોદીએ મોદી સરકારમાં ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી હોવાનું જણાવતાં કહ્યું હતું કે, અગાઉની સરકાર દેવા માફીના નામે નાટકો કરી ખેડૂતોને ઉલ્લુ બનાવતી હતી. જ્યારે ભાજપ સરકારમાં કિશાન માન યોજના થકી દર વર્ષે ખેડૂતને રૂા.6 હજાર આપવાનું શરૂ થયું છે અને ખેડૂતો માટે 7પ હજાર કરોડ રૂપિયા ફાળવી દરેક સિઝન પૂર્વે ખેડૂતને બબ્બે હજારનો લાભ મળતો રહેનાર હોવાનું જણાવ્યું હતું.

મને નાનું ફાવતું જ નથી, જે કરવું તે મોટું કરવું: પાકિસ્તાનને જડબાતોડ જવાબનો આડકતરો ઉલ્લેખ કરતાં મોદી

ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું હતું કે, ખેડૂતોની સાથે-સાથે પશુપાલકોને પણ ખેડૂતો જેવા લાભ મળે તે માટે યોજના ઘડી કાઢી છે. પશુ પાલકોને હવે સસ્તા દરે લોન, કિશાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા મળશે. સાથે જ માછીમાર ભાઈઓ માટે પણ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકી વર્ષો બાદ માછીમારો માટે અલગ જ વિભાગ ઉભો કર્યો હોવાનું તેેઓએ ઉમેર્યું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવચનના અંતમાં માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જે લોકોને આવાસ યોજનામાં લાભ નથી મળ્યો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ર0રર સુધીમાં જેમને મકાન નથી મળ્યાં તેમને પણ મળી જશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. ર0રર માં પણ આપણી જ સરકાર હશે. તેવું જણાવી ર019 નો લોકસભા ચૂંટણી જંગ જીતવાનો આત્ત્મવિશ્ર્વાસ તેેઓએ વ્યકત કર્યો હતો.

modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion
modi-expresses-faith-in-winning-the-2019-elecion

આ તકે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સહિતના વિપક્ષોને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, વિરોધીઓ ભેગાં મળી મને હટાવવા માંગે છે અને હું આતંકવાદને ખતમ કરવા માંગુ છું. લોકોને સવાલ પૂછતાં કહ્યું હતું કે, બોલો આતંકવાદ ખતમ કરનારનો સાથ આપશો કે નહીં?

 

 

Related posts

ખંભાળિયા: સાંસદની ચૂંટણી સંદર્ભે ભાજપના કાર્યકરોના સેન્સ લેવાયા

Nawanagar Time

સ્ટેન્ડિંગ ચૅરમેન સુભાષ જોશી કોરોના પૉઝિટીવ

Nawanagar Time

કાલાવડ યાર્ડમાં ટેકાના ભાવે ગુણવત્તાવાળી મગફળી પણ રીજેકટ કરાતા દેકારો

Nawanagar Time

Leave a Comment