Nawanagar Time
નેશનલ

મનમોહન કરતાં મોદી સરકારની રાફેલ ડીલ સસ્તી: કેગ

modi-governments-raphael-deal-cheaper-than-manmohan-cag

રાજ્યસભામાં રિપોર્ટ રજૂ થતાં જ ઘમાસાણ: રાજ્યસભા સ્થગિત કરવી પડી

નવીદિલ્હી:-રાફેલ ડીલ પર ચાલી રહેલા રાજકીય ઘમાસણની વચ્ચે આજે કેગ રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરાયો. ‘કેગ’ના રિપોર્ટના મતે યુપીએની સરખામણી એનડીએના શાસનકાળમાં 2.86 ટકા સસ્તી ડીલ ફાઇનલ કરાઇ છે. કેગના રિપોર્ટના મતે 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલ કોન્ટ્રાક્ટમાં 17.08  પૈસા બચાવ્યા છે.  મોદી સરકારના સમયમાં 2016ની સાલમાં 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદીનો સોદો થયો. તેની પહેલાં યુપીએના સમયમાં 126 રાફેલનો સોદો થયો હતો તેના પર કેટલીય શરતો પર એકમત થઇ શકયો નહોતો.

‘કેગ’ના રિપોર્ટમાં 2007 અને 2015ની મૂલ્ય હરાજીની સરખામણીનું વિશ્લેષ્ણ પણ કર્યું છે. કેગ દ્વારા રિપોર્ટ રાજ્યસભામાં  કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરી લખ્યું, ‘સત્યમેવ જયતે- સત્યની જીત હંમેશા થાય છે.’

જો કે કોંગ્રેસે ‘કેગ’ રિપોર્ટ પર પ્રશ્ર્ન ઉભા કર્યા છે. 141 પાનાનો આ રિપોર્ટ મૂકયા બાદ રાજ્યસભામાં હોબાળો થતા સભાપતિએ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. તો લોકસભામાં ટીડીપી  ટીએમસીના સભ્યોના હોબાળાના લીધે સવારે કામકાજ થઇ શકયું નહીં અને કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ.

રાફેલ ડીલને લઇ કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. આ દરમ્યાન ‘ચોકીદાર ચોર હૈ’ના સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન દરમ્યાન સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ હાજર હતા.  પહેલાં એક મીડિયા રિપોર્ટના હવાલે રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દા પર પીએમ મોદી પર નિશાન સાંધ્યું. તેમણે એક અંગ્રેજી અખબારના રિપોર્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આનાથી પીએમના બેટર પ્રાઇસિંગ અને જેટની ઝડપી ડિલિવરીનો દાવો રદ્દ થઇ ગયો છે. બુધવારના રોજ અંગ્રેજી અખબારે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે એનડીએ સરકારના સમયમાં  રાફેલ ડીલ યુપીએના સમયના ઓફરથી શ્રેષ્ઠ હતું નહોતું.

Related posts

એક જ ઝાટકે 17 કરોડ પાનકાર્ડ રદ્દ કરવા તજવીજ

Nawanagar Time

ગુજરાત સહિત 8 રાજ્યોમાં વાવાઝોડાના કારણે 35ના મોત

Nawanagar Time

આનંદો…. સરકારી કર્મચારીઓને મોદી સરકાર દ્વારા મોટી ભેટ….

Nawanagar Time

Leave a Comment