Nawanagar Time
ગુજરાત જામનગર

મોદી આ રહે હૈ, કાર્યકર્તાઓ મેં જોશ હૈ

modi-is-here-i-work-in-josh-hai

આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યા બાદ પીએમ જામનગર આવતા હોય કાર્યકર્તાઓમાં દેખાતો જોમ-જુસ્સો: પીએમના આગમનને લઇને તડામાર તૈયારીઓ

જામનગર:-જામનગરમાં આગામી માસના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યા હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તો  બાજુ કાર્યકર્તાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જામનગરમાં આગામી તા.5મીએ પ્રધાનમંત્રી વિવિધ લોકાપર્ણ કરવાના હોય અને જાહેરસભા પણ સંબોધવાના હોય વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં વ્યવસ્થામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે પોલીસ તંત્ર પણ પીએમના કાર્યક્રમ સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી  ડીવાયએસપી સહિતના અધિકારીઓએ સભા સ્થળની પણ સમીક્ષા કરી હતી. બીજી બાજુ પુલવામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકીઓના કેમ્પ ઉપર હવાઇ હુમલો કરી ભારતે પાકિસ્તાન અને આતંકીઓને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. તેવામાં પ્રધાનમંત્રી જામનગરમાં આવતા હોય ભાજપના કાર્યકર્તાઓમાં પણ જોમ-મુસ્સાની લાગણી છવાઇ ગઇ છે. પ્રધાનમંત્રીના આગમનને લઇને કાર્યકર્તાઓમાં પણ  દેખાઇ રહ્યો છે. પ્રધાનમંત્રીને આવકારવા સાંસદ, ધારાસભ્યો, આગેવાનો, અધિકારીઓ સહિત કાર્યકર્તાઓ પણ અધીરા બન્યા છે.

પીએમ લઇ શકે છે એરફોર્સની મુલાકાત

તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનમાં હવાઇ માર્ગે ઘૂસી આતંકીઓના કેમ્પ ઉપર હુમલો કર્યો છે અને આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે હાલ અઘોષિત યુઘ્ધ જેવો માહોલ  મળી રહ્યો છે. જામનગર સહિત ગુજરાતના દરિયા કિનારાના શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે જામનગરમાં પ્રધાનમંત્રી સંભવીત હવાઇ માર્ગે આવવાના હોય એરફોર્સની પણ મુલાકાત લેશે અને જામનગરમાં આર્મી, એરફોર્સ અને નેવી એમ ત્રણેય પાંખના વડા સાથે હાલની સ્થિતિ અને તૈયારીઓ વિશે માહિતી મેળવશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

Related posts

એેસ.ટી. ડેપોમાં સરપ્રાઈઝ ચેકીંગના આદેશો આપતા ડી.સી. રાવલ

Nawanagar Time

ઓખા નજીક માલવાહક જહાજની જળસમાધિ: બાર ક્રુ મેમ્બરોને બચાવી લેતું કોસ્ટગાર્ડ

Nawanagar Time

સૌરાષ્ટ્રના સાગરખેડૂની હાલત પણ હવે જગતાત જેવી

Nawanagar Time

Leave a Comment