Nawanagar Time
ગુજરાત જામનગર

મોદીએ રિવાબાને કહ્યું…તૈયારી કરવા માંડો !!

modi-said-to-rivaba-do-the-preparations-2

રિવાબા જાડેજાએ વડાપ્રધાનને તલવાર અને પાઘડી ભેટ આપી

જામનગર:-રવિવારે ભાજપ પ્રવેશ મેળવેલા રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બા સોમવારે જામનગર આવેલા વડાપ્રધાન મોદીને મળવા સભા સ્થળે પહોંચ્યા ત્યારે રિવા  ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ત્યારે જ વડાપ્રધાન મોદીએ રિવા બા જાડેજાને “લાગી જાવ, તૈયારી શરૂ કરો” એમ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલના કાર્યક્રમો પતાવી ને સીધા જ પ્રદર્શન મેદાન સભા સ્થળે પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીનું સ્ટેજ બનાવાયું હતું, તેની બરોબર પાછળના ભાગે રિવા બા જાડેજા  મોદીને મળ્યા હતા, અને રિવા બાએ એક તલવાર અને રજવાડી પાઘડી મોદીને ભેંટ ઘરી હતી, ત્યારે રિવા બાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

સ્ટેજની પાછળ રહેલા મહાનુભાવોનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને તે સમયે જ મોદીએ રિવા બાને હવે રાજકારણમાં સક્રિય થઇ જાઓ, માંડો તૈયારી કરવા, એમ જણાવ્યું હતું,  ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે ભાજપ પ્રવેશ સમયે પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબાએ જણાવ્યું હતું કે, અમે રવિન્દ્ર અને રિવા બા જાડેજા વડાપ્રધાન મોદીને પખવાડિયા અગાઉ દિલ્હીમાં ગયા હતા ત્યારે મોદી સાહેબે એમ કીધું હતું કે “તમારા જેવા વ્યક્તિઓએ રાજકારણમાં જોડાવું જોઈએ”, એના પગલે આજે ભાજપ જોઈન કરૂં છું.

સોમવારે  નરેન્દ્ર મોદીએ “લાગી જાવ, તૈયારી શરૂ કરો” એવું કહેતા રાજકીય પંડિતોમાં એવું ચર્ચા જોરશોર શરૂ થઇ ગઈ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં રિવા બા જાડેજા ઝુકાવશે, એ નિશ્ચિત મનાય છે. રવિવારે પત્રકારોના સવાલના જવાબમાં રિવા બાએ એવો જવાબ આપ્યો હતો કે ” અને સાહેબ ચૂંટણી લડવાનું કહેશે તો હું  તૈયાર છું.” આમ રિવા બાએ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું હોવાનું સ્પષ્ટ થાય છે.

આમેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 % મહિલા અનામતનો કાયદો અમલમાં છે, ત્યારે લોકસભામાં વધુમાં વધુ મહિલાઓને ચૂંટણી લડાવાનો વ્યુહના ભાગરૂપે રીવાબા જાડેજા ભાજપ ચૂંટણીના જંગમાં ઉતારે એવી પુરેપુરી શક્યતાઓ છે.

Related posts

માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓના લાયસન્સની મુદ્દતમાં છ માસનો વધારો

Nawanagar Time

જામનગર ઉપર પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાની કાલે 56મી વરસી

Nawanagar Time

ધો.1માં પ્રવેશના RTEના ફોર્મ ભરવાનું શરૂ

Nawanagar Time

Leave a Comment