Nawanagar Time
ગુજરાત જામનગર

મોદી જામનગર મા હોસ્પિટલનું લોકાર્પણ કરી સભા સંબોધશે..

modi-will-address-the-meeting-by-inaugurating-the-hospital

વડાપ્રધાનના આગમનને લઈ જામનગરમાં તડામાર તૈયારીઓ

જામનગર:-ભારત દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી  ચાર તારીખના રોજ જામનગરની મુલાકાત લેશે, ત્યારે કાર્યકર્તાઓમાં ભારે જોશ-જૂસ્સો જોવા મળી રહ્યો છે. બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા પણ પીએમના શેડયુલને લઇને પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવાઇ છે.

જામનગર ભાજપના શહેર પ્રમુખ હસમુખ હિંડોચાએ જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 તારીખના રોજ સવારે 11 વાગ્યા આસપાસ જામનગર  આવી જશે. જે બાદ કરોડોના ખર્ચે તૈયાર થયેલ જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતેની નવનિર્મિત 700 બેડવાળી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. ત્યારબાદ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે. સભા સંબોધ્યા બાદ લગભગ દોઢ વાગ્યા સુધીમાં વડાપ્રધાન પરત જતાં રહેશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યાં છે ત્યારે  જોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ વડાપ્રધાનના શેડયુલ મુજબના સ્થળોએ ચાંપતો બંદોબસ્ત સહિત કોન-વે પર સતત ચેકીંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.

Related posts

અમરનાથ યાત્રા માટે પ્રથમ ગ્રૂપ તૈયાર, 300થી વધારે શ્રદ્ધાળુઓની રજીસ્ટ્રેશન

Nawanagar Time

ખાનગી હોસ્પિટલમાં છ માસની બાળકીનું મોત નિપજતાં હોબાળો

Nawanagar Time

ખીલખીલાટ ભપ્પ..!,બાળકો માટે શરુ થયેલ એમ્બુલન્સ પલટી ખવાણી

Nawanagar Time

Leave a Comment