Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

10 એપ્રિલે મોદી ગુજરાતમાં સભા ગજવશે

modi-will-be-meeting-in-gujarat-on-april-10

આણંદ અને વ્યારામાં ચૂંટણી પ્રચાર માટે બબ્બે સભાઓ સંબોધન

ગાંધીનગર:-લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પ્રચાર અભિયાન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગુજરાત આવશે. 10 એપ્રિલને બુધવારે આણંદ અને વ્યારામાં તેમની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ ભાજપના મિડિયા સેલમાંથી જાણવા  છે. ગત સપ્તાહે શનિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારી અને રવિવારે વિડિયો કોન્ફરન્સથી મોદી સાથેના સંવાદ દ્વારા ભાજપે ગુજરાતમાં સંગઠનાત્મક સ્તરે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. 23 ઉમેદવારોએ પણ પોતાના નામની જાહેરાત થયા બાદ વ્યક્તિગત પ્રચાર અભિયાન શરૂ કર્યુ છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આણંદ લોકસભાથી પ્રચાર અભિયાન શરૂ  10 એપ્રિલે આણંદ લોકસભામાં ભાજપના ઉમેદવાર મિતેષ પટેલના માટે વલ્લભ વિદ્યાનગરમાં સવારે 10 કલાકે સભા સંબોધશે. બપોરે બે કલાકે સુરતના વ્યારામાં પણ ચૂંટણી સભા સંબોધશે.

લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની 26 એ 26 બેઠકોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રચાર અભિયાન માટે ઉતારશે. 14મી એપ્રિલે આણંદ લોકસભા હેઠળના પેટલાદમાં પણ તેમની  આયોજન કરવામાં આવ્યુ છે. ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીના ગુજરાતના વધુ કાર્યક્રમોને આખરી ઓપ અપાય તેમ મનાય છે.

Related posts

ત્રીજા-ચોથા માળે કલાસીસ ચલાવવા ફાયર સેફટી સિસ્ટમ ફરજિયાત

Nawanagar Time

લગ્નમાં પહેલા રાષ્ટ્રગાન મંગલ ફેરાં

Nawanagar Time

ગેરકાયદે પટેલ કોમ્પ્યુટર કલાસના ભૂક્કા બોલાવતું જામ્યુકો

Nawanagar Time

Leave a Comment