Nawanagar Time
ગુજરાત

નામુમકિન કો મુમકિન મોદી કરેગા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

modi-will-do-the-impossible-possible-cm-vijaybhai-rupani

કાલાવડમાં માર્કેટીંગ યાર્ડના ખાતમુહૂર્ત અને જીઆઈડીસી તથા પીજીવીસીએલ કચેરીના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ગરજ્યા.

મોદી સાહેબ સ્વિચ દબાવશે અને રણજીત સાગર પાણીથી ભરાઈ જશે: ગુજરાત માટે 2600 કરોડનો પાકવીમો મંજૂર કરાવ્યો

કાલાવડ:-આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસી ભારતીય વાયુસેનાએ હવાઈ સર્જિકલ સ્ટ્રાઈક કરતાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  આ હવાઈ હુમલાને વધાવી જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદોના એક-એક રકતકણનો સેનાએ બદલો લેવાનું શરૂ કર્યું છે. આ તકે તેઓએ ગર્વભેર જણાવ્યું હતું કે, ‘નામુમકિન કો મુમકિન મોદી હી કરેગા..’ ભારતની ભૂમિ ઉપર પાકિસ્તાન આતંકવાદીઓ મારફતે ટપલાંબાજી કરે છે તે જરા’ય સહન નહીં કરી લેવાય. કાલાવડ ખાતે આજે  યાર્ડના ખાતમુહૂર્ત અને જીઆઈડીસીના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપરોકત વાત જણાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ કાલાવડ જીઆઈડીસીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પીજીવીસીએલની વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવાની સાથે કાલાવડ માર્કેટીંગ યાર્ડનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ  પ્રાસંગિક ઉદ્બોધનમાં વિજયભાઈ રૂપાણીએ આજે વહેલી સવારે ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ‘નામુમકિન કો મુમકિન કરે વો મોદી..’ પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયાં બાદ દેશભરમાં આક્રોશ છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સેનાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા છૂટ્ટો દૌર અપાતાં વાયુસેનાએ  સવારમાં ફકત રપ મિનિટમાં જ પાક. અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કરી આતંકવાદીઓને ઢેર કર્યા છે. વર્ષોથી પાકિસ્તાન ટપલાંબાજી કરી રહ્યું છે, પરંતુ હવે પાકિસ્તાનની આ ટપલાંબાજી નહીં ચાલે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, પાકિસ્તાન ઉપર હુમલા બાદ રાજ્યના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન તેઓએ કાલાવડ  જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, કાલાવડ તાલુકો જગતના તાતનો તાલુકો છે. ખેડૂતોના હિતમાં કામ કરતી કેન્દ્ર અને રાજ્ય સરકારે પાક વીમા માટે ર600 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે, જે માર્ચમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. આ તકે તેઓએ કોંગ્રેસને આડેહાથ લઈ પપ-પપ વર્ષ દરમિયાન ખેડૂતોના હિત માટે કામ કરવાના  ખેડૂતો કેમ હેરાન થાય? એવા જ કામ કોંગ્રેસે કર્યા હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ મુખ્યમંત્રી રૂપાણીએ જામનગરના રહેવાસીઓ માટે ખુશીના સમાચાર આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આવશે અને એક સ્વિચ દબાવશે એટલે રણજીત સાગરમાં પાણી આવવું શરૂ થશે અને ઉનાળામાં જામનગરવાસીઓને પાણીની તકલીફ સહન નહીં કરવી પડે. હાલમાં  યોજના’ થકી રણજીત સાગર સુધી પાણી પહોંચાડવાની કાર્યવાહી ગતિમાન હોવાનું  તેઓએ જણાવ્યું હતું.

કાલાવડ ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી સાથે પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ પૂનમબેન માડમ, આર.સી. ફળદુ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, માજી સાંસદ ચંદ્રેશ પટેલ, માજી મંત્રી ચિમનભાઈ સાપરિયા, માજી ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, મુળૂભાઈ  રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.

Related posts

નયારા એનર્જીના ગૌચર જમીનમા ગેરકાયદેસર દબાણો દૂર થયા..

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં 239 ગામ, તલાટી મંત્રી માત્ર 152

Nawanagar Time

અકસ્માત કેસમાં મૃત્યુ બદલ રૂા. 1.70 કરોડનું વળતર

Nawanagar Time

Leave a Comment