Nawanagar Time
નેશનલ

મોસમે મિજાજ બદલ્યો:શિયાળે વાદળ ફાટવાની આગાહી

mood-swings-changed-forecasting-of-cloudburst-in-winter

દિલ્હીમાં ધોધમાર વરસાદ: હિમાચલ-ઉત્તરાખંડમાં આખી રાત બરફવર્ષા: ગુજરાત ઠુંઠવાશે

દહેરાદૂન:-પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં બુધવારે આખી રાત ભારે બરફ વર્ષા થઈ છે. હવામાન વિભાગે બંને રાજ્યમાં આજે વાદળ ફાટવાની આશંકા વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં આગામી બે  સુધી ધોધમાર વરસાદ અને હિમપાતની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થવાની હોવાથી તંત્રએ રેડ એલર્ટ જારી કરી દીધું છે. ઉત્તરાખંડના હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમસિંહે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અને હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે આગામી ત્રણ દિવસ સુધી હવામાન  સંવેદનશીલ રહેશે. આ કારણે જ અમે સરકારને રેડ એલર્ટ જારી કરવાની ભલામણ કરી હતી.

મધ્યપ્રદેશમાં કેટલાંક સ્થળોએ કરા પડ્યા હતા, જ્યારે રાજસ્થાનમાં સખત ઠંડા પવનો વહેવાથી લોકો પરેશાન થઈ ગયા છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરના 20, સતનાનાં ચાર ગામમાં કરા પડવાથી અને ગુના, ભીંડ અને ભોપાલમાં ધોધમાર વરસાદ પડવાથી ઠંડક ફેલાઈ  છે.

હવામાન વિજ્ઞાની પી.એન. બિરવાના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી વહેતી ભેજવાળી હવાઓ વધુ પ્રભાવશાળી અને ખતરનાક બનાવે છે. રાજસ્થાનની આસપાસ હવાનો ચક્રવાતી ઘેરો બની ગયો છે. તેનાથી હવામાનમાં ઓચિંતા ફેરફારો આવી શકે છે.

Related posts

પહેલો સેટ હારવા છતાં વિશ્વ ટેનિસ ચેમ્પિયશીપ કબજે કરતો નડાલ

Nawanagar Time

પ્રમોશનમાં એસસી-એસટી કવોટા સામે ‘સ્ટે’

Nawanagar Time

હાઇકોર્ટના જજની ટીપ્પણી : મોદી સરકાર ભારતને ઇસ્લામિક દેશ થવાથી બચાવે..

Nawanagar Time

Leave a Comment