Nawanagar Time
ગુજરાત જામનગર

મિલકત વેરો વસૂલવામાં મનપા પાંગળી પુરવાર: 74 કરોડનું ઉઘરાણું

mopa-pipe-provided-by-property-taxes-74-crores-collection

આસામીઓને વોરંટ, સિલિંગ સહિતની કામગીરીના પ્રચાર પ્રસાર વચ્ચે તંત્ર અગાઉના નાણા આવે તે માટે પણ ખાસ ઝુંબેશ હાથ ધરશે? કે અગાઉનું લેણુ તો ઉભું જ રહેશે?

જામનગર:-જામનગરમાં મિલકત વેરો વસૂલવામાં મહાનગરપાલિકા પાંગળી પુરવાર થઈ રહી છે. લાંબા સમયથી કુલ રૂા.74 કરોડ જેટલી વસૂલાત બાકી છે છતાં પણ આ વસૂલાત કરવામાં મહાનગરપાલિકા વામણી પુરવાર થઈ છે. આસામીને વોરંટ અને સીલીંગ સહિતની કામગીરીનો પ્રચાર તો મોટાપાયે થાય છે, પરંતુ નાણા આ પ્રચાર-પ્રસારની જેમ તેજ ગતિએ આવતા

વિગતો મુજબ નાણાકીય વર્ષ પુરૂ થવામાં છે ત્યારે ટારગેટ પુરૂ કરવા (આમ તો દર મહિને રૂપિયા 10 કરોડ જેટલાનો પગાર-ભથ્થા-માનદ વેતન વગેરે ચુકવવાની ચિંતામાં શકય એટલા નાણા એકઠા કરી લઇ ટાઢો કોઠો કરવાની જહેમત)માં હાલ કોર્પોરેશનની ટેકસ શાખા દોડી રહી છે પરંતુ જુની વસુલાત જે રૂા.74 કરોડની મચક જ  આપતી તે પણ આ વસુલાત વચ્ચે વચ્ચે વસુલાશે કે તેનો અડીખમ જ રહેશે તે પણ સવાલ છે. હાલ તો નિયમીત વેરો ભરનાર જ વધુ ફસાય છે તેવી સ્થિતિ છે, બીલ- અનુસુચી-નોટીસ-વોરંટ- વગેરેની બજવણી કરીને વસુલાત ન આવે તો મીલકત ટાંચમાં લેવા સહિતના કડક પગલા લેવામાં આવે છે ત્યારે કદાચ  માટે તે આવશ્યક હશે, (જોકે સુવિધાઓ મેળવવા કર પણ ચુકવવો જ પડે) પરંતુ સાથે સાથે જ એ પણ થોથા સાથે રાખવાની જરૂર છે કે જુની વસુલાતની જંગી રકમ બાકી છે તે પણ તાત્કાલીક વસુલવી જોઇએ નહીતો આ તો નિયમીત આસામીઓ પાસેથી વસુલાત તો અમસ્તી પણ આવવાની જ છે. રોજ  વેરા વસુલાત કરી પ્રચાર-પ્રસારમાં વધુ રૂચી રાખતુ તંત્ર પોતે જાણે જ છે કે 2006 પહેલાનું સેન્ટ બેઝ રૂા.6, 29,16, 711 તેના ઉપર વ્યાજ રૂપિયા 14, 79, 85, 416, 2006 પહેલાનું સ્લમ વિસ્તારનું રૂા.7,89,88,682 તેના ઉપર વ્યાજ 7, 98, 12, 538, 74, 036 ઉપરનું વ્યાજ રૂપિયા 13,11,91, 252 અને મીટર  (નળનું) 5, 55, 98, 923 મળી કુલ 73,98,67,558 એટલે કે રૂપિયા 74 કરોડ જેટલી વસુલાત બાકી છે તે હાલની ઝુંબેશમાં શા માટે સમાવાતી નથી?

પ્રેસર આવે- ઠપકા પણ મળે… જતુ કરવું પડે

મીલકત વેરા વસુલાત માટે ઝુંબેશ ચલાવતી ટીમોને અમુક વખતે કડવા અનુભવ પણ થાય છે દરેક વખતે વસુલાત  નથી, અમુક સ્થળે વસુલાત માટે ટીમો પહોંચે તો આસામી તેના ‘છેડા’ અડાડે અને ‘ઉપરથી’ પ્રેસર આવે તો ‘કશો વાંધો નહી’ કહીને જતુ પણ રહેવુ પડે, એકાદ એટલે કે એકલ-દોકલ મક્કમ અધીકારી પણ છે તેને જુદી રીતે સમજાવી દેવાય છે, વળી અમુક વખતે તો કોર્પોરેશનના જ ઉચ્ચ અધિકારી કે પદાધિકારી  ટીમના લીડરને ઠપકો આપે કે ત્યાં જવાની શું જરૂર હતી? બીજી લાઇન લો ને? અને ઘણી વખત કાચુ કપાય જાય તેમાંય મીલકત જુના આસામીના નામે બોલતી હોય, વપરાશ નવા આસામી કરતા હોય ત્યારે જે કાચુ કપાય બાદમાં જે હાલત થાય તે તો વધુ વરવી હોય છે.

Related posts

ચાંદી શુધ્ધ કરતી પેઢીમાંથી 27 કિલો ચાંદીની ચોરીની ફરિયાદ

Nawanagar Time

ધૂતારપરમાં હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત: બનાવ હત્યામાં પલટાયો

Nawanagar Time

લૉકડાઉનમાં દ્વારકામાં ફસાયું રશિયન દંપત્તિ

Nawanagar Time

Leave a Comment