Nawanagar Time
મોરબી

મોરબી કાલિકા પ્લોટમાં થય અંધાધૂંધ ફાયરિંગ, નિર્દોષ બાળક નું થયુ કરુણ મોત.

મોરબી કાલિકા પ્લોટમાં થયેલ અંધાધૂંધ ફાયરિંગમાં એકનું મોત

ફાયરિંગની ઘટના સમયે રમી રહેલ નિર્દોષ બાળકે રાજકોટમાં દમ તોડ્યો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં બે ભાડૂતી મારાઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવતા આ ફાયરિંગમાં ઘાયલ થયેલ નિર્દોષ બાળકનું રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં ધણીફૂટ ગોળીબારની ઘટનામાં શેરીમાં રમી રહેલ વિશાલ લખમણભાઈ બાંભાણીયા ઉ.૧૩ નામના નિર્દોષ બાળકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન કાલિકા પ્લોટમાં ફિલ્મી સ્ટાઇલથી થયેલ આ ફાયરિંગની ઘટનામાં બે કોન્ટ્રાકટ કિલરોએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે અને બે ભાડૂતી મારાઓ પૈકી એક ભાડૂતી મારો સ્થાનિક લોકોની ઝપટે ચડી જતા તેને પણ ગંભીર ઇજાઓ સાથે રાજકોટ ખસેડાયો છે.

Related posts

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરાઇ…

Nawanagar Time

મોરબી નજીક અકસ્માતમાં હાપાના બે આશાસ્પદ યુવાનના મોત

Nawanagar Time

મોરબીના કાલિકા પ્લોટમાં અંધાધૂંધ ફાયરિંગ : પાંચ ઘાયલ

Nawanagar Time

Leave a Comment