Nawanagar Time
ગુજરાત જામનગર

મિલકત વેરો વસુલવા વધુ 33 મિલકતો સીલ

more-33-properties-seal-property-taxes

જામપાએ વેરા વસુલાત ઝુંબેશ કડક બનાવી : કરોડો રૂપિયાની બાકી વસુલાત માટે કાર્યવાહી

જામનગર:-જામનગર મહાનગરપાલિકાએ વર્ષોથી બાકી રહેતી મિલકત વેરાની વસુલાત વેગવંતી બનાવવા વધુ 33 મિલકતો સીલ કરી અને 11 બાકીદાર પાસેથી રૂા. 2,23,276ની સ્થળ પર વસુલાત કરી હતી.

જામનગર મહાનગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા ઇશ્વરભાઇ માવજીભાઇ ભટ્ટના  36,698, ઇશ્વરભાઇ માવજીભાઇ ભટ્ટના રૂા. 29,203, નિતીનભાઇ લાલજી રાઠોડના રૂા. 24,584, કેશવજી મોરારજી લીયા વિ.ના ભાડુત ભાવેશ ઇન્ડસ્ટ્રીઝના રૂા. 25,014, વસંતભાઇ ચાવડાના ભાડુત ભવાની જવેલર્સ વિનુભાઇના રૂા. 23,188, હમીર દેવાણંદ ગોજીયાના ભાડુત ક્રિષ્ણા ડીઝીટલ સ્ટુડીઓના રૂા. 23,187, ડાયાલાલ કાનજીભાઇના ભાડુત ભગવાનદા કરમશીના રૂા. 21,368, અમરભલીયા કાંતિલાલ ગૌરીશંકરના ભાડુત શિવમ  સ્ટોર્સના રૂા. 20,982, પીડબલ્યુડી વિભાગના ભાડુત રમણ પાનના રૂા. 20,900, હમીર દેવાણંદ ગોજીયાના રૂા. 20,401, આર.પી. ઇલેકટ્રીકના રૂા. 20,100, જેતુનબેન મહમદ હુશેનના ભાડુત શિવ સાગર ફુટવેરના રૂા. 19,100, ભારત ઇલેકટ્રીક કંપની પાર્ટનર ચંદુલાલ વિ.ના રૂા. 19,000, હીરામતીબેન વેલજીભાઇ શાહના ભાડુત રોમીલ એન્ટરપ્રાઇઝના રૂા. 18,205, આર.બી. જાડેજાના રૂા. 18,137, ભગવાનજીભાઇ  ધોકીયાના રૂા. 18,017, પ્રતાપરાય એન્ડ અશોક ચત્રભુજ જોષીના ભાડુત સખીના રૂા. 17,899, જેતુનબેન મહમદ હુશેનના ભાડુત જય અંબે ટ્રેડર્સના રૂા. 17,650, મહેશ શાંતિલાલના રૂા. 17,400, બહાદુર હબીબ ખોજાના રૂા. 17,320, હસાબેન મણીલાલ પાલાના ભાડુત જે.વી. મ્યુઝીકના રૂા. 17,267, સુચેતાબેન હરેન્દ્ર વિ.ના ભાડુત જય ઓપ્ટીકલ્સના રૂા. 17,252, જાડેજા નિર્મળસિંહ હકુભાના  16,692, સુચેતાબેન હરેન્દ્ર વિ.ના ભાડુત હરીશભાઇ જોષીના રૂા. 16,423, સુરેશભાઇ એમ. કણજારીયાના રૂા. 16,140, જગદીશભાઇ કે. ફળદુના રૂા. 16,124, લલીતાબેન નરશીભાઇ ગોહિલના ભાડુત પુનમ ગારમેન્ટના રૂા. 15,600, યોગેશભાઇ બાબુભાઇ વાઢેરના ભાડુત જીતેન્દ્ર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના રૂા. 15,588, દિવ્યેશ ચંદુલાલ શેઠ એન્ડ આર.સી. શેઠના રૂા. 14,280, નરેન્દ્રસિંહ હાજમના રૂા. 13,546, ભરતભાઇ  જોટંગીયાના રૂા. 12,525, મનસુખભાઇ ગોરધનદાસ ભાયાણીના રૂા. 12,522, હરદેવસિંહ વજુભા જાડેજાના રૂા. 12,270 સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Related posts

જામનગરમાં જશ્ન: એરફોર્સની બહાદુરીને બિરદાવાઇ

Nawanagar Time

કાલાવડ-જામજોધપુર પંથકમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ

Nawanagar Time

53 લાખના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરીનો ધમધમાટ

Nawanagar Time

Leave a Comment