Nawanagar Time
ગુજરાત જામનગર

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને સ્વાઈન ફલૂ

More swine flu chief secretary of the state Department of Health

જામનગર:-હાલ રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કેર વર્તાઇ રહ્યો છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર પણ સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયા છે. અમદાવાદ ખાતે હોસ્પિટલમાં પૂનમચંદનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે રોજ મૃત્યુઆંક વધી રહ્યો છે. એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારને સ્વાઇન ફ્લૂ થયાનું બહાર આવ્યું છે. પૂનમચંદ છેલ્લા પાંચ દિવસથી શરદી-ખાસીની ગાંધીનગર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા. ત્યારબાદ અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં તેમના રિપોર્ટ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.

Related posts

જામનગરના વિકાસ કામો માટે આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક

Nawanagar Time

મોદી સરકાર સામે બાયોં ચડાવતા જામનગરના કેન્દ્રિય કર્મચારીઓ

Nawanagar Time

કાલાવડ પંથકમાં વાલોળનું ઝેરી શાક આરોગતા એકનું મોત, એક ગંભીર

Nawanagar Time

Leave a Comment