Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની આયુર્વેદ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં 1000થી વધુ દર્દીઓએ લાભ લીધો

more-than-1000-patients-benefitted-from-the-ent-section-of-ayurveda-hospital-in-jamnagar

કાનની બહેરાશ, જુની શરદીની આયુર્વેદિક પદ્ધતિથી અપાતી નશ્ય, શિરોધારા, શિરોબસ્તી, કર્ણધૂપન, કર્ણપૂરણ દ્વારા દર્દીઓ વિવિધ આયુર્વેદીક ચિકિત્સા કાનના હઠીલા રોગોમાં સારવાર મેળવે છે

જામનગર:-જામનગરની આયુર્વેદ હોસ્પીટલ અનેક દર્દીઓ માટે આશિર્વાદ સમાન બની છે. આ હોસ્પીટલના પી.જી. વિભાગમાં કાન, નાક અને ગળાના વિભાગમાં નિયમિત 1પ થી ર0 દર્દીઓ લાભ લે છે અહીંના ઇએનટી વિભાગના  દ્વારા સ્પેશિયલ સારવાર દર્દીઓને આપે છે. અહીં ખાસ ઓપરેશન વખતે સ્પેશિયલ ડોકટરની સારવાર દર્દીને અપાય છે.

આયુર્વેદ યુનિ.ના શાલક્ય વિભાગના વડા ડો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ ઇએનટી વિભાગની તમામ વિગતો નવાનગર ટાઇમને આપતા જણાવ્યું હતુ કે આમ તો તમામ રોગની સારવાર આયુર્વેદ યુનિ. માં કરવામાં આવે છે પરંતુ અહી કાન,  અને ગળાની ઓપીડીમાં દર્દીઓને વધુ સવલત પ્રાપ્ત થાય તે હેતુથી ડોકટરો ચિકિત્સા પધ્ધતિ અને રોગને જળ-મૂળ થી મટાડવા પ્રયત્નો કરે છે. આયુર્વેદ યુનિ. ના પીજી વિભાગમાં સોમ થી શનિ સવારે 9 થી 1ર દરમિયાન કાન, નાક, ગળાને લગતા રોગોની સારવાર અપાય છે. અહીં રોગને લગતા નાના મોટા ઓપરેશન પણ  વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. મોટા ઓપરેશન વખતે મોર્ડન કાન, નાક, ગળાના સ્પશિયાલિસ્ટ ડોકટર આવે છે. અહી કાકડા, કાનના પડદા, નાકના પડદા, કાની બુટ સાંધવાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

આ વિભાગમાં કાનની બહેરાશની તપાસ આધૂનિક મશીનથી કરી આપવામાં આવે છે તેમજ માથાના દર્દો માઇગ્રેન રોગ પર  આયુર્વેદિક પદ્ધતિની સારવાર અપાય છે. અહીં એક મહીના દરમિયાન 900 થી 1000 જેટલા દર્દીઓ લાભ લે છે. ખાસ કરીને બાળકોમાં થતી કાકડાની તકલીફ અહી સ્પેશિયલ જડ્ડીબુટીયુક્ત દવાઓ તૈયાર કરવામાં આવે છે જે દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે

આ વિભાગમાં પ્રકારન આયુર્વેદિક કાન, નાક, ગળાને લગતા કર્મ નશ્ય, શિરોધારા, શિરોબસ્તી,  કર્ણપૂરણ દ્વારા વિવિધ રોગનો ઇલાજ કરવામાં આવે છે.

કાનની બહેરાશ માટે વિના મૂલ્યે સારવાર મેળવો

જામનગરની આયુર્વેદ હોસ્પીટલમાં કાન, નાક, ગળાની ઓપીડી નં.4માં કાની બહેરાશ માટે સ્પેશ્યલ આયુર્વેદિક ઔષધિયુકત દવાઓ આપવામાં આવે છે અહીં દર્દીઓને કાનાની બહેરાશ દૂર કરવા માટે સારવાર અપાય છે.

જૂની શરદી જેવા હઠીલા રોગની સારવાર

આયુ.યુની.ના શાલક્ય વિભાગના જણાવે છે કે અહી જૂની એલર્જીક શરદી પર બે થી ત્રણ પ્રોજેકટ પૂર્ણ કરેલ છે જેમા પ00 થી વધુ દર્દીઓએ લાભ લીધેલ છે. આ રોગનો ઇલાજ કરવા માટે આયુર્વેદિક ઔષધિથી દર્દીઓને રાહત મળેલ છે.

Related posts

જમીન પચાવનાર આરોપીને છોડવવામાં રાજકારણ ટૂંકું પડ્યું

Nawanagar Time

માત્ર 21 પૉઝિટીવ: જામનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં

Nawanagar Time

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો પરત ખેંચવા લોક સરકારની માંગ

Nawanagar Time

Leave a Comment