Nawanagar Time
નેશનલ

કચ્છમાંથી હડપ્પા યુગની 250થી વધુ કબરો મળી આવી

more-than-250-tombs-of-the-hadapsa-era-were-found-in-kutch

કબરો પાંચ હજાર વર્ષ જૂની હોવાનો અંદાજ: સૌથી નાની 1.2 અને સૌથી મોટી 6.9 મીટરની કબર

કચ્છ:-ગુજરાતનાં કચ્છ જિલ્લામાં 2 મહિનાનાં ખોદકામ બાદ પુરાતત્વવિદોને હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલું એક વિશાળ કબ્રસ્તાન મળ્યું છે.

ધોળાવીરાથી લગભગ 360 કિલોમીટર દૂર આ સ્થાન પર 250થી વધારે કબરો છે જે લગભગ 5 હજાર વર્ષ જુની છે. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી એ સંભાવના મજબૂત બને  કે એક સમયે અહીં માણસોની સારી એવી વસ્તી અહીં રહેતી હતી. કચ્છ જિલ્લાનાં લખપત તાલુકાનાં ખાટિયા ગામમાં આ ખોદકામ કચ્છ યુનિવર્સિટી અને કેરલ યૂનિવર્સિટીએ મળીને કર્યું.

અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે અહીં મળેલી 250થી વધારે કબરો 4,600-2500 વર્ષ જુની છે.

આ કબ્રસ્તાન 300 મીટરડ 300 મટીર આકારનું છે.  અત્યાર સુધી 26 કબરોનું ખોદકામ થઇ ચુક્યું છે. આમાં સૌથી મોટી કબર 6.9 મીટરની છે, જ્યારે સૌથી નાની 1.2 મીટરની છે. પુરાતત્વવિદોને અહીંથી એક કબરમાંથી 6 ફૂટ લાંબુ માનવ હાડપિંજર મળ્યું છે, જે લગભગ 5 હજાર વર્ષ જુનુ છે. કચ્છ યૂનિવર્સિટીનાં પુરાતત્વ વિભાગનાં પ્રમુખ સુરેશ ભંડારીએ જણાવ્યું કે, આ  કેરલ યૂનિવર્સિટી લઇ જવામાં આવશે. અહીં તેની ઉંમર, લિંગ અને મૃત્યુનાં સંભિવત કારણે વિશે તપાસ કરવામાં આવશે.

ગુજરાતમાં પહેલીવાર લંબચોરસ કબ્રસ્તાન મળી છે. આ પહેલા મળેલી કબરો ગોળાકાર અથવા અર્ધગોળાકાર હતી. આ કબરોમાં જાનવરોનાં અવશેષ મળ્યા છે. ખોદકામમાં છિપલાઓમાંથી બનેલી બંગડીઓ, પત્થરની ઘંટીઓ, પથ્થરની બ્લેડ પણ મળી હતી. કબરોમાંથી  બનેલા વાસણો પણ મળ્યા છે.

એક કબરમાં વધુમાં વધુ 19 અને ઓછામાં ઓછા 3 વાસણ રાખવામાં આવ્યા હતા. પુરાતત્વવિદોનું કહેવું છે કે આવા વાસણો પાકિસ્તાનાં આમરી, નાલ અને કોટમાંથી મળી આવ્યા છે. ભારતમાં ઉત્તર ગુજરાતમાં નાગવાડા, છતરાદ સહેલી, મોટી પીપળી અને કચ્છમાં સુરકોટડા અને ધાનેતીમાંથી મળ્યા છે.

સુરેશ ભંડારીનું  છે કે, ખોદકામમાં માટીનાં વાસણો, પથ્થરોનાં ઢગલા અને બીજી કેટલીક ચીજોનાં પરીક્ષણ પરથી અમને ખબર પડી છે કે આને તે સમયનાં લોકોએ કઇ તકનીકથી બનાવ્યા, આને બનાવવામાં કયા કાચા માલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ પ્રયોગશાળાઓમાં તપાસ બાદ અમને ખાટિયાની પાસે રહેનારા પ્રારંભિક હડપ્પા યુગનાં નિવાસીઓનાં ઇતિહાસની જાણકારી મળી

Related posts

CRPF હેલ્પલાઈન નંબર પર 6 દિવસમાં 7 હજાર ફોનકોલ્સ, પાક. આપી રહ્યો છે ફોન પર ગાળો

Nawanagar Time

કાશ્મીરમાં સેનાની 100 કંપની ઉતારાઈ: યાસિન મલીકની ધરપકડ

Nawanagar Time

કાશ્મીરી પંડિતોની વ્યથા દર્શાવતી ‘શિકારા’નું ટ્રેલર રિલઝ

Nawanagar Time

Leave a Comment