Nawanagar Time
ટેક્નોલૉજી

70 કરોડથી પણ વધુ Email ID થયા હેક,આ પદ્ધતિ દ્વારા ચેક કરો તમારું Email ID સેફ છે કે નહીં…

more-than-70-crore-email-ids-have-been-hacked-check-with-this-method-whether-your-email-id-is-safe

વર્ષ 2018માં ડેટા લીક થયાના અનેક કિસ્સા બન્યા હતા. આ ઘટનાક્રમ વર્ષ 2019માં પણ યથાવત છે. વર્ષ 2019ની શરૂઆતમાં જ એક મોટો ધડાકો થયો છે. તાજેતરમાં ટ્રોય હંટએ પોતાની રીસર્ચ બાદ જાહેર કર્યું છે કે 773 મિલિયન ઈમેલ આઈડી અને 21 મિલિયન પાસવર્ડ લીક થઈ ચુક્યા છે. ટ્રોય હંટ દ્વારા એક કલેકશન રજૂ કરી અને હેક થયેલા આઈડી અને પાસવર્ડની જાણકારી પણ આપી છે. હૈક થયેલા અકાઉન્ટની વિગતવાર જાણકારી TroyHunt.com વેબસાઈટ પર આપવામાં આવી છે.

ટ્રોય હંટના જણાવ્યાનુસાર કેટલાક લોકોએ તેમની પાસેથી આ ડેટાની જાણકારી માંગી હતી. પરંતુ તેમણે તે લોકોને ફાઈલ્સ પર રિડાયરેક્ટ કરી દીધા અને ડેટા રીમૂવ કરી દીધો છે. કલેકશનમાં 12,000 ફાઈલ્સનો સમાવેશ થાય છે અને તેની સાઈઝ 87 જીબી છે.

કેવી રીતે ચેક કરવું ઈમેલ આઈડી સિક્યોર છે કે નહીં

Have i been pwned વેબસાઈટને ટ્રોય હંટએ બનાવી છે. હંટના જણાવ્યાનુસાર જે યૂઝર્સ પોતાની ઈમેલ આઈડી માટે ટૂ ફૈક્ટર ઓથેંટિકેશન ફોલો કરે છે અને જેમના પાસવર્ડ સ્ટ્રોંગ છે તેઓ સુરક્ષિત છે. ઉપર જણાવેલી વેબસાઈટ પરથી યૂઝર્સ જાણી શકશે કે તેમનું આઈડી સેફ છે કે નહીં. આઈડી વિશે વિગતો જાણવા માટે યૂઝરએ નીચે દર્શાવ્યાનુસાર સ્ટેપ્સ ફોલો કરવા.

  1. સૌથી પહેલા યૂઝરએ https://haveibeenpwned.com/ પર જવું
  2. તેમાં ઈમેલ આઈડીની જે સ્પેસ હોય તેમાં આઈડી એડ કરવું.
  3. જો તમને Good news — no pwnage found!એવો મેસેજ મળે તો તમારું આઈડી સેફ હશે.
  4. જ્યારે Oh no! Pwned મેસેજ આવે તો તેનો અર્થ થે કે ઈમેલ આઈડી હૈક થયું છે.

 

Related posts

કોરોનાગ્રસ્તના છાતીના નિદાન માટે જી.જી.માં અદ્યતન એક્સ-રે મશીન ઈન્સ્ટોલ

Nawanagar Time

Suzuki એ ભારતમાં Hayabusa નું નવુ મોડલ લોંચ કર્યું ,જાણો શું છે કિંમત અને બાઇકની ખાસિયત…

Nawanagar Time

ભારતમાં લોન્ચ કર્યું આ 32 ઈંચનું એન્ડ્રોઈડ ટીવી ,માત્ર __999 આટલી છે કિંમત

Nawanagar Time

Leave a Comment