Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સ્વાઇન ફલુથી વધુ એક દર્દીનું મોત

the-death-of-a-four-year-old-boy-in-a-truck

જીવલેણ સ્વાઇન ફલુએ સગર્ભા મહિલાનો લીધો ભોગ: મોરકંડા ગામની મહિલા દર્દી સારવારમા

જામનગર:-જામનગરમાં સ્વાઇન ફલુના જીવલેણ રોગે વધુ એક દર્દીનો ભોગ લીધો છે, જી.જી.હોસ્પિટલમાં દાખલ પોરબંદરની સગર્ભા મહીલાનું આજે વહેલી સવારે સ્વાઇન ફલુના કારણે મૃત્યુ થયાનું બહાર આવ્યું છે જયારે શહેરની પપ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલ તંત્ર દોડતુ થયું હતું.

શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી પોરબંદરની સગર્ભા મહિલાને સ્વાઇન ફલુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સારવાર દરમ્યાન આજે વહેલી સવારે તેમનું મૃત્યુ નિપજયું હતું. આમ સ્વાઇન ફલુના જીવલેણ રોગે વધુ એક દર્દીનો ભોગ લીધો છે. સ્વાઇન ફલુથી મહિલા દર્દીનું મોત થતાં હોસ્પિટલ  તંત્રમાં દોડધામ મચી ગઇ છે બીજી બાજુ એક 55 વર્ષિય મહીલાને સ્વાઇન ફલુનો રીપોર્ટ પોઝીટીવ આવતાં ડોકટરોમાં પણ દોડધામ મચી ગઇ છે.

શહેરની ભાગોળે આવેલા મોરકંડા ગામે વધુ એક સ્વાઇન ફલુનો કેસ નોંધાયો છે, જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા પપ વર્ષીય મહિલાનો સ્વાઇન ફલુનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર કરવામાં આવી રહી છે.

Related posts

જામનગરમાં કંટેન્ટમેન્ટ ઝોન ખૂલ્લો કરાવતા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી

Nawanagar Time

ભાટીયા પાસેથી પિસ્તોલ કાર્ટીસ સાથે બે શખ્સોની ધરપકડ

Nawanagar Time

જામનગરમાં દરરોજ તોતિંગ દેશી દારૂ ઘૂસાડી દેવાય છે?

Nawanagar Time

Leave a Comment