Nawanagar Time
ગુજરાત જામનગર

નિકાસકારોની 1રપ કરોડ કરતાં વધુ રકમ ફસાઈ ગઈ

more-than-rs-25-crores-of-exporters-are-trapped

જામનગર:-જીએસટીનો  લાગુ થયા પછી વેપાર ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે સરળતા વધતી જાય છે. છતા આરંભના મહિનાઓમાં કાયદાની અસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. 2017ના વર્ષના આઈજીએસટી રિફંડ ટેકિનકલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની 125 કરોડ કરતા  રકમ ફસાઈ ગઈ છે.જેમાં જામનગરના પણ અનેક નિકસકારોનો સમાવેશ થાય છે.નનજીએસટી લાગુ થયો એ પછી જુલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર 2017 ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુકસાની થઈ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ આશા રહી નથી.

કારણ કે, ઓકટોબર 2018માં સીબીટીસીએ રિફંડ નહીં  તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે. ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઈ છે. જીએસટી પૂર્વે એક્સાઈઝ લાગુ હતી. તે વખતે શિપિંગ બિલો ફાઈલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો  લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શિપિંગ બિલો ફાઈલ કરતી વખતે સિસ્ટમમાંનો ઓપ્શન ચાલતો ન હતો.નનકેટલાકે એ વખતે સી લખીને ફાઈલ કર્યા અને થઈ પણ ગયા. નિકાસકારો કે કિલયરિંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી  બિલો ફાઈલ થતા રહ્યા. ઓકટોબર 2017માં સરકારે એ-બી-કે-સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઈ. જુલાઈથી ઓકટોબર 2017માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.

Related posts

એકસપાયરી ડેટવાળા ઠંડા-પીણાંનો ધંધો કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માંગણી

Nawanagar Time

સરકાર સંવેદનશીલ પણ જામનગરનું પીડબલ્યુડીનું તંત્ર માનવ જિંદગી સાથે રમે છે રમત!

Nawanagar Time

જિલ્લા સેવા સદન-3માં અગ્નિશમન વ્યવસ્થાની ઐસીતૈસી: મિટર બૉકસ જોખમી

Nawanagar Time

Leave a Comment