Nawanagar Time
ગુજરાત જામનગર

પુરાતત્ત્વ હસ્તકના 18માંથી મોટાભાગના ધૂળ ખાતા સ્મારકો

most-of-the-18-dust-colored-monuments-in-archaeological-sites

અમુક સ્થળોએ તો માત્ર કટાઇ ગયેલા બોર્ડ છે, જે સુવાચ્ય પણ નથી

જામનગર:-જામનગર પંથકમાં અનેક સ્થળોએ બેનમુન અને અતિકિંમતી સ્મારકો આવેલા છે આ સ્મારકો દેશ-વિદેશમાં પણ વખણાંય છે દેશ વિદેશના નિષ્ણાંતો જામનગરના સ્મારકોની ખૂબ જ કદર કરે છે પરંતુ ખાટલે મોટી  એ છે કે, સ્થાનિક તંત્ર જ આ સ્મારકોની અવહેલના કરતું જોવા મળે છે પુરાતત્વ હસ્તકના 18 પૈકીના મોટા ભાગના સ્મારકોની સ્થિતિ ખરાબ છે જાળવણીના અભાવે સ્મારકો ધુળ ખાઇ ગયા છે. સ્મારકોની આસપાસ બોર્ડની હાલત એટલી બિસ્માર છે કે, વાંચી પણ શકાતા નથી.

પુરાતત્વ વિભાગ હેઠળના જામનગર જિલ્લાના 18માંથી મોટા  સ્મારકો ધુઇ ખાય છે અને અમુક સ્થળોએ તો માત્ર કરાઇ ગયેલા બોર્ડ છે જે વાંચી પણ શકાતા નથી.

રાજકોટ સ્થિત પુરાતત્વ વિભાગના સહાયક નિયામકની કચેરીના જણાવ્યા મુજબ જામનગર શહેર જિલ્લામાં મળીને 18 સ્મારકો છે. જેમાં જામનગર શહેરના ખંભાળિયા નાકા, લાખોટો કોઠો, ભુજીયો કોઠોનો પણ સમાવેશ થાય છે જેમાંથી ખંભાળિયા  રૂા.2.38 કરોડના ખર્ચે અને લાખોટા કોઠાનું રૂા.17 કરોડના ખર્ચે ક્ધઝર્વેશન થયું છે. આ ઉપરાંત ગોપ, સડોદર, ભાણવડ વિસ્તારના અમુક જામનગર રેન્જ હેઠળ આવતા સ્થળોનો સમાવેશ થાય છે.

તેમાંય ભુજીયો કોઠો તો ખંડેર જેવો બનતો જાય છે અને તેનું બોર્ડ તો શોધવુ પડે તેમ છે. શોધી આવે તેને ઇનામ જાહેર  જેવી સ્થિતિમાં છે તો જિલ્લામાં અનેક સ્થળોએ તો પુરાતન સ્થળ છે કે કેમ તે નક્કી ન થાય તેવી હાલત છે અને બોર્ડ પણ કરાય ગયેલા સડી ગયેલો છે.

Related posts

સરલાબેન ત્રિવેદી આવાસ યોજનામાં વધુ આવક ધરાવતા વ્યક્તિઓની ઘુસણખોરી

Nawanagar Time

લ્યો કરો વાત… મગફળી ખરીદીમાં 866 કરોડની સહાય કરવા ખર્ચ થશે 993 કરોડનો!

Nawanagar Time

જામનગરમાં કોરોનાના નવા આઠ કેસ: ટોટલ 110

Nawanagar Time

Leave a Comment