Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાતમાં બે દિવસમાં સવા લાખ કરોડના એમઓયુ સાઈન

mou-sign-of-rs-100-lakh-crore-in-vibrant-gujarat-in-two-days

વિશ્ર્વભરના દેશોએ ગુજરાતમાં જે રસ દાખવ્યો તે અભૂતપૂર્વ ઘટના: વિજય રૂપાણી

ગાંધીનગર:-વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરી દેવાયા બાદ વિવિધ બેઠકો અને ચર્ચા સત્રોને પ્રારંભ થઈ ગયો હતો. શુક્રવારે  અને આજે શનિવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી ઇ2ઇ બેઠકમાં 75 જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિમંડળ વચ્ચે  અને વ્યક્તિગત મુલાકાતો યોજાઈ હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બહેરિન, બેલજીયમ, બાંગ્લાદેશ, હોંગકોંગ જેવાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓએ પણ તેમાં ભાગ લીધો હતો. પ્રથમ બે દિવસ દરમિયાન લગબગ દોઢ લાખ કરોડના એમઓયુ સાઈન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આફ્રિકન ડે ની ઉજવણીમાં સામેલ થયા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વખતનો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખરા અર્થમાં ઐતિહાસિક બન્યો  છે અને જે રીતે વિશ્વના તમામ દેશો અહીં ઉપસ્થિત રહ્યા છે અને ગુજરાતમાં રસ દાખવ્યો છે તે અભૂતપૂર્વ છે

બીજા દિવસે ઇ2ઇ બેઠકમાં 75 જેટલી વિવિધ કંપનીઓએ ભાગ લીધા: 1300 જેટલી બેઠકો યોજાઈ: લઘુ ઉદ્યોગ પર ભાર મુકાયો

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના બે દિવસ દરમિયાન ઇ2ઇની 1300 જેટલી બેઠકો યોજાઈ હતી. જેમાં વિવિધ દેશોનાં ઔદ્યોગિક પ્રતિનિધિમંડળોએ એક-બીજા સાથે ઉપરાંત વ્યક્તિગત બેઠકો યોજી હતી. ગુજરાત અને ભારતમાં રોકાણની ઉજળી તકો અંગે ચર્ચાઓ થવાની સાથે જ કયા ક્ષેત્રમાં રોકાણ કરવું તેની પણ ચર્ચા થઈ હતી. આ સમિટમાં 800 જેટલી ઇ2ૠ મીટીંગો ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સમિટના ત્રણ દિવસો દરમિયાન યોજાશે.

Related posts

દિવસે ખનન અને રાત્રે હેરાફેરી, ખનીજચોરીને ડામવામામં તંત્રની ગાડી ફેઈલ

Nawanagar Time

આત્મહત્યા એ સમાધાન નથી, જામનગરમાં બે આશાસ્પદ યુવાનોએ ટ્રેન નીચે પડતું મૂકયું..

Nawanagar Time

ભાણવડમાં સાંસદ પૂનમબેનના હસ્તે આહિર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન

Nawanagar Time

Leave a Comment