Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં ક્ષય નિયંત્રણ સાથે સંકળાયેલા કર્મચારીઓનું આંદોલન

movement-of-employees-associated-with-tb-control-in-khambhadiya

ખંભાળિયા:-ગુજરાત આર.એન. ટી.સી.પી. કરારબઘ્ધ કર્મચારીઓને થતાં અન્યાય સંદર્ભે રાજ્યના કર્મચારીઓ સાથે ખંભાળિયામાં પણ જિલ્લાભરના કર્મચારીઓએ આંદોલન હાથ ધર્યુ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટી.બી. સહિતના ક્ષય નિયંત્રણને લગતી કામગીરી સાથે સંકળાયેલા અનેક કર્મચારીઓ દ્વારા વર્ષો જૂની પડતર માંગણીઓ  સંબંધીત તંત્રને લેખીત તથા મૌખીક રજૂઆતો કરાઇ હતી.

ક્ષય નિયંત્રણની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને કાયમી કરવા, પગાર વધારો, સર્વિસબુક નિભાવવા, અકસ્માત સમયે સવેતન રજા, નિવૃતિ સમયે યોગ્ય વળતર સહિતના મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મચારીઓ દ્વારા પેન ડાઉન, રીપોર્ટીંગ, મીટીંગ બહિષ્કાર વિગેરે મારફતે આંદોલનનો પ્રારંભ કરી, ખંભાળિયાની સરકારી હોસ્પિટલના પટાંગણમાં  ચીંઘ્યા માર્ગે અચોક્કસ મુદ્દતના હડતાલ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે દર્દીઓને આપવામાં આવતી સેવાઓ ઠપ્પ થઇ ગઇ છે. આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related posts

દારૂડિયા પિતા-પુત્રના ત્રાસમાંથી બહેનને મુક્ત કરાવતી ટીમ 181

Nawanagar Time

વડાપ્રધાન મોદી સુરત-નવસારીની મુલાકાતે

Nawanagar Time

અમૂલ, મધર સહિતના દૂધનો લૅબોરેટરી ટેસ્ટ ફરજિયાત

Nawanagar Time

Leave a Comment