Nawanagar Time
ગુજરાત જામનગર

મુળુભાઈને મેદાને ઉતારતી કોંગ્રેસ, જાણો એમનાં વિસે વધું…

mulubhai-profoundly-congress-takes-off

જામનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના વફાદાર સૈનિક અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારની પસંદગીથી ચૂંટણી જંગ રોચક બનશે

જામનગર:-આખરે જામનગર બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર તરીકે દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મુળુભાઇ કંડોરિયાને ટિકિટ આપી છે. મુળુભાઈને મેદાને ઉતારી કોંગ્રેસે આહીર મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.

જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરિયા ગામમાં જન્મેલા છે અને ખેડૂત પુત્ર એવા  કંડોરિયાએ બી.એ. અર્થશાસ્ત્રના અભ્યાસ સાથે સમાજ સેવા તથા ખેતીને મુખ્ય વ્યવસાય બનાવ્યો છે. 60 વર્ષની ઉમરના મુળુભાઇનો પરિવાર ખેતી, લેન્ડ ડેવલપર્સ, ક્ધસ્ટ્રંકશન અને રીસર્ચ લેબ જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે.

દ્વારકા જિલ્લામાં આહીર સમાજમાંથી આવતા મુળુભાઇ સમાજમાં વર્તમાન સમાજની સામાજિક અને શૈક્ષણિક તથા રાજકીય, જાહેરજીવનની છે. હાલમાં તેઓ દ્વારકા  પંચાયતના કારોબારી ચેરમેન છે. વર્ષ 2012ના દ્વારકા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય પબુભા માણેક સામે 5400 મતથી પરાજીત થવા છતાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડવાના છે.

ઉલ્લેખનીય છે કે હાલારમાં સૌથી મોટી વોટબેંકોમાં આહીરો અગ્રસ્થાને છે. આ ઉપરાંત પટેલ, ક્ષત્રિય, મુસ્લિમ, દલિત, સવર્ણ વોટબેંકો પણ નોંધપાત્ર  ધરાવે છે. કોંગ્રેસ ભાજપાના આહીર ઉમેદવાર સામે આહીર ઉમેદવારને ઉતારી પોતાની બાજી માંડી છે. ગત વખતે તો કાકા સામે ભત્રીજીનો જંગ હતો. જેમાં પૂનમબેન પોણા બે લાખ મતથી વિજેતા થયા હતાં.

શા માટે મુળુભાઈની પસંદગી?

  • પુનમબેન પણ આહીર સમાજમાંથી છે અને મુળુભાઇ પણ આહીર સમાજના ઉમેદવાર છે
  • ઉચ્ચ અભ્યાસ કર્યો છે
  • રાજકીય સ્તરે છેલ્લા વીસ વર્ષથી માત્રને માત્ર કોંગ્રેસ પક્ષમાં જ રહીને કોંગ્રેસને વફાદાર રહ્યાં છે
  • આર્થિક રીતે સદ્ધર ઉદ્યોગપતિ
  • ખાસ કરીને આહીર, દલિત અને મુસ્લિમ, રબારી સમાજ અને વેપારી વર્ગમાં લોકપ્રિય અને સારા સબંધ ધરાવતી વ્યકિત છે.

Related posts

સિક્કામાં એક સાથે છ મકાનો ધરાશાયી

Nawanagar Time

જામનગર મેડિકલ કોલેજ, જી.જી. હોસ્પિટલમાં 6 સેનેટરી પેડ મશીન અર્પણ

Nawanagar Time

જામનગરના પિરોટન સહિત 13 ટાપુ-બેટને વિકસાવશે

Nawanagar Time

Leave a Comment