Nawanagar Time
સ્પોર્ટસ

આજે IPL માં દિલ્હી વિરુદ્ધ કલકત્તા અને પંજાબ વિરુદ્ધ મુંબઈ ટકરાશે

mumbai-vs-kolkata-against-punjab-in-todays-ipl

મેન્ટોર ગાંગુલી અને કોચ પોન્ટિંગના માર્ગદર્શન હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમ આજે ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સના વિજય રથને અટકાવવાના ઈરાદા સાથે ઉતરશે. કોલકાતાએ શરૃઆતની બંને મેચોમાં ધમાકેદાર દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી. જ્યારે દિલ્હીએ પ્રથમ મેચમાં પંતની ઝંઝાવાતી બેટીંગને સહારે મુંબઈને પછાડયું હતુ, પણ તેઓ ચેન્નાઈ સામે હારી ગયા હતા.

આજે  ફિરોઝ શાહ કોટલા મેદાન પર રાત્રે ૮.૦૦ વાગ્યાથી દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ શરૃ થશે.

કોલકાતાની જીતનો મદાર વિન્ડિઝના ઓલરાઉન્ડર એન્ડ્રે રસેલના જોરદાર ફોર્મ પર ટકેલો જોવા મળે છે. રસેલે જ કોલકાતાને સૌપ્રથમ મેચમાં હૈદરાબાદ સામે અને બીજી મેચમાં પંજાબ સામે જીતાડયું હતુ. હવે તેનું ફોર્મ ત્રીજી મેચમાં પણ જારી રહેશે છે કે નહિ તેના પર નજર રહેશે.

દિલ્હીની ટીમનો મદાર યુવા બેટ્સમેન રિષભ પંત પર રહેશે. જોકે શિખર ધવન, કેપ્ટન શ્રૈયસ ઐયર તેમજ કોલીન ઈન્ગ્રામ, પૃથ્વી શો, મુનરો જેવા બેટ્સમેનોએ જવાબદારી સાથે લાંબી ઈનિંગ રમવી પડશે. દિલ્હીની ટીમમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ છે, જે મેચનું પાસુ પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. દિલ્હી કેપિટલ્સની બોલિંગનો મદાર અમિત મિશ્રાની સાથે ઈશાંત અને રબાડા તેમજ અક્ષર પટેલ અને કિમો પોલ પર રહેશે.

દિનેશ કાર્તિકની આગેવાની હેઠળની કોલકાતાની ટીમમાં રસેલ અને નારાયણ જેવા વિન્ડિઝના ધરખમ ક્રિકેટરો છે. આ ઉપરાંત ક્રિસ લીન, રોબિન ઉથપ્પા, શુભમન ગીલ, બ્રાથવેઈટ, કુલદીપ યાદવ અને પિયુષ ચાવલા તેમજ લોકી ફર્ગ્યુસન જેવા ખેલાડીઓ પણ કોલકાતાની ટીમને જીતની રાહ પર અગ્રેસર કરવાની ક્ષમતા ધરાવે છે.

જયારે એક  અન્ય મેચમાં મુંબઈ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે મુંબઈ અને પંજાબ એ બંને ટીમો ૧-૧ મુકાબલો જીતી અને ૧-૧ મેચ હારી ચૂકી છે, જેના કારણે તેઓને આવતીકાલના મુકાબલાથી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબુત કરવાની તક રહેશે.

કિંગ્સ ઈલેવનની શરૃઆતની બંને મેચોમાં વિવાદ સર્જાઈ ચૂક્યો છે. જોકે તેઓએ રાજસ્થાન સામે જીત સાથે શરૃઆત કરી હતી, પણ અશ્વિને બટલરને ‘માંકડેડ’ કરતાં ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જોકે આ મુકાબલો પંજાબે જીતી લીધી હતો. આ પછી બીજી મેચમાં અશ્વિને છબરડો કરતાં ૩૦ યાર્ડ સર્કલમાં માત્ર ત્રણ જ ફિલ્ડર ઉભા હતા અને ત્યારે શમીએ ૩ રને રમતાં રસેલને બોલ્ડ કર્યો હતો, જોકે અમ્પાયરે તે બોલનો -નોબોલ – જાહેર કરતાં રસેલને જીવતદાન મળ્યું હતુ અને તેણે બાજી પલ્ટી નાંખી હતી.

હવે અશ્વિનની ટીમને આશા છે કે, તેઓ કોઈ પણ પ્રકારના વિવાદ વિના મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને આઇપીએલમાં પોતાનું સ્થાન વધુ મજબુત કરે. જ્યારે બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં દિલ્હી ડેર ડેવિલ્સ સામે હારનો સામનો કરવો પડયો હતો. જોકે તેમણે બેંગ્લોર સામેની મેચમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં કટોકટીના સમયે મલિંગાની આખરી ઓવરનો આખરી બોલ નો-બોલ હતો, ત્યારે અમ્પાયરે તે આપ્યો નહતો અને આ બાબતથી બેંગ્લોરની ટીમનો કેપ્ટન કોહલી ખુબ જ ગુસ્સે ભરાયો હતો.

જોકે મુંબઈને આ મેચમાં જીત મળી હતી અને હવે તેઓ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ બહેતર બનવાની કોશીશ કરશે. મુંબઈની ટીમને મીડલ ઓર્ડરના અને ટોપ આર્ડરના બેટ્સમેનોના વધુ સારા દેખાવની આશા છે.

Related posts

લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદનો 5 વિકેટે રોમાંચક વિજય

Nawanagar Time

વર્લ્ડ કપ પહેલા ‘ધ ભારત આર્મી’ લોન્ચ કરશે ક્રિકેટ કોમિક બુક “ધ વિક્ટરી લેપ”

Nawanagar Time

મેહબૂબા  મુફ્તી સામે ગંભીરે કરી લાલ આંખ

Nawanagar Time

Leave a Comment