Nawanagar Time
સ્વાદ પકવાન

ઘરે સવારના નાસ્તા માટે બનાવી જુઓ આ મગ અને ચણાના લોટની પાપડી

mung-and-chana-flour-papdi

સામગ્રી:

 • ચણાનો લોટ – પોણો કપ,
 • મેંદો – પા કપ,
 • બાફેલા મગ – પા કપ ,
 • મીઠું – સ્વાદ મુજબ,
 • હિંગ – ચપટી ,
 • વરિયાળી – અડધી ચમચી,
 • હળદર – પા ચમચી,
 • ગરમ મસાલો – અડધી ચમચી,
 • મરચું – 1 ચમચી,
 • અજમો – અડધી ચમચી,
 • આદું-લસણની પેસ્ટ – 1 ચમચી,
 • ચાટમસાલો – અડધી ચમચી,
 • તેલ – જરૂર મુજબ

બનાવવાની રીત :

ચણાના લોટમાં મેંદો મિક્સ કરી ચાળી લો. તેમાં બધો મસાલો અને એક ચમચો તેલનું મોણ નાખી બાફેલા મગ ભેળવી નરમ લોટ બાંધો. તેમાંથી લૂઆ લઇ પૂરી વણો. દરેક પૂરી પર કાંટાથી કાણાં પાડો. તે પછી આને તેલમાં ધીમી આંચે તળો. તેના પર ચાટમસાલો ભભરાવો. ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.

Related posts

રેસિપીઃ ડિનરમાં બનાવો ટેસ્ટી સોયા ચિલી

Nawanagar Time

રવિવારના નાસ્તામાં સ્પેશીઅલ બનાવો આ ખજુર પેટીસ.

Nawanagar Time

મધર્સ ડે સ્પેશ્યલ રેસિપીઃ ઘરે જ બનાવો ગરમી માં ઠંડક આપતી મેંગો મટકા કુલ્ફી

Nawanagar Time

Leave a Comment