Nawanagar Time
ગુજરાત જામનગર

ગોપમાં ‘ખૂન કા બદલા ખૂન’: પેરોલ પર છૂટેલા નામચીન શખ્સની હત્યા

murder-ke-changed-khoon-in-gop-murder-of-renowned-murderers-on-parole

હત્યાનો બદલો લેવા બે બંધુઓ સહિતના શખ્સોએ કારને આંતરી લઇ સામતને વેતરી નાખ્યો: સામે પક્ષે પણ બે ઘવાયા: સામસામે ફરિયાદ નોંધાઈ

જામનગર:-જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના પાટિયા પાસે રવિવારે સવારે પસાર થતી કારને આડે કાર નાખી તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવેલ છ સખ્સોએ હુમલો કરી હત્યા પ્રકરણમાં કાચા કામના કેદીની કરપીણ હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે. ત્રણ વર્ષ પૂર્વે સામત સહિતના સખ્સોએ ગોપ ગામના જ એક સખ્સની હત્યા નીપજાવી હતી જેનો બદલો લેવા મૃતકના બે પુત્રો સહિતના સખ્સોએ સામતની હત્યા નીપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સામે પક્ષે સામત સહિતના સખ્સોએ હુમલો કરી માર બે સખ્સોને ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાશી ગયેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર સહિત સમગ્ર જીલ્લામાં ચકચારી બનેલા હત્યા પ્રકરણની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા સામત ઉર્ફ ગુરખો જેઠા નંદાણીયા નામનો યુવાન રવિવારે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના યુવાનોની કારમાં જામજોધપુર જવા માટે રવાના થયો હતો. પાંચ-છ સભ્યોની આ કાર ગોપના પાટિયે પહોચી ત્યાં એક ક્રેટા કારે આ કારને આંતરી લીધી હતી. તલવાર, છરી, પાઈપ સહિતના હથિયારો સાથે નીચે ઉતરેલ રાકેશ ઉર્ફે ટીટો નાથાલાલ જોશી, મેરામણ ઉર્ફે મેરીયો નારણભાઈ નંદાણીયા, ચંદુ નારણભાઈ નંદાણીયા, મેરામણના મામા જેઠાભાઈ, ગોપાલ અને સબો જે મેરામણનો મામાનો દીકરો થાય છે તેણે કાર પર હુમલો કરી દીધો હતો. કારમાં સવાર જગા નંદાણીયા અને અજીત નંદાણીયા સહિતનાઓને બહાર નીકળી જવાની અને સ્થળ છોડી દેવાની ઘમકી આપી, સામતને પોતાને હવાલે કરવાની વાણી ઉચ્ચારી હતી. ત્યારબાદ તમામ સખ્સોએ હુમલો કરતા સામત સહીતના યુવાનો કાર છોડી નાસવા લાગ્યા હતા. પરંતુ આરોપીઓએ સમાંતનો પીછો કરી ચો તરફો હુમલો કરી, માથાના ભાગે તલવાર અને શરીરના ભાગે છરીના ઘા ફટકારી સામતની કરપીણ હત્યા નીપજાવી હતી. આ બનાવની જાણ થતા જ જામજોધપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકનો કબજો સંભાળી તંગ બનેલી સ્થિતિ થાળે પાડવા ગામમાં ચુસ્ત બન્ડોબસ્ત ગોધવી દીધો હતો. પોલીસે મૃતકને જામનગર ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પાર પાડી હતી.

આ બનાવ અંગે મૃતક સામતના પત્ની મંજુબેને ઉપરોક્ત તમામ આરોપીઓ સામે હત્યા અને હત્યાના કાવત્રા સબબ રાયોટીંગ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જામજોધપુર પોલીસે નાશી ગયેલા આરોપીઓને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ બાદ મૃતકને જામનગર જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેને લઈને એલસીબી- એસઓજી પોલીસ દફતરનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. ત્યારબાદ આ ઘટનામાં ઘવાયેલ બે આરોપીઓને પણ જામનગર ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને હોસ્પીટલમાં કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો. બંને પક્ષે થયેલ જૂથ અથડામણ અંગે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આરોપી સામત અને તેના સગા સબંધી અજીત, સાગર અને જીગો નામના સખ્સોએ કાર આડે નાખી રાકેશ ઉર્ફે ટીટો, વીરા ઉર્ફે ચંદુ પર હુમલો કરી ઈજા પહોચાડ્યાનો આરોપ લગાવ્યો છે.

Related posts

જામનગરમાં મતદાર જાગૃતિ માટે સ્ટેમ્પિંગ ઝુંબેશ

Nawanagar Time

જામનગર પ્રવેશ માટે ધસારો: ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ

Nawanagar Time

સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની હર્ષોલ્લાસ પૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી

Nawanagar Time

Leave a Comment