Nawanagar Time
ખાસ મુલાકાત ગુજરાત જામનગર

મારા અને હાર્દિકના વિચારો અલગ-અલગ: રેશમા પટેલ

my-and-hardik-thoughts-are-different-reshma-patel

પોરબંદર બેઠક પરથી અપક્ષ ઝૂકાવનાર રેશમા પટેલે ભાજપ અને ‘પાસ’ છોડવાના રહસ્ય પરથી પરદો ઉચક્યો

જામનગર:-રાજકારણ મુદ્દે પોતાના વિચારો હાર્દિકથી અલગ હોવાનો મત રેશ્મા પટેલે નવાનગર ટાઈમ સાથેની ખાસ  દરમિયાન કહ્યું હતું. તેમણે ભાજપ તથા પાસ છોડવા પાછળના કારણોનો ખુલાસો કર્યો હતો અને આગામી ચૂંટણી માટે પોતાની રણનીતિ વર્ણવી હતી.

આગામી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે, પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવારી કરીશ. એનસીપી સાથે ટિકિટની વાત થઈ હતી જોકે આ મુદ્દે હજુ સ્પષ્ટતા ના  અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી છે. આ તો રાજકારણ છે, છેલ્લી ઘડીએ ગઠબંધન થઈ શકે છે. ભાજપ જેવા મહાકાય રાક્ષસને હરાવવા યુનાઈટેડ થઈને લડવું જરૂરી છે. ભૂતકાળમાં પોરબંદર બેઠક પર ગઠબંધન થયું હતું. ભાજપ સામે બધા એક થઈને લડે તેવી મારી ઇચ્છા છે.

પોરબંદર બેઠક અંગે તેમને કહ્યું હતું  પોરબંદરમાં વિઠ્ઠલભાઈના સમર્થકો ભાજપથી નારાજ છે. તેમનો સહકાર-વિશ્વાસ મને મળશે તેવી અપેક્ષા છે. હું પરિણામની આશા નથી રાખતી, જે આવશે તે સ્વીકારવાની તૈયારી મારી છે. ચૂંટણી લડીને રાજકીય કર્મભૂમિ બનાવવી છે.

my-and-hardik-thoughts-are-different-reshma-patel
my-and-hardik-thoughts-are-different-reshma-patel

ભારતીય જનતા પાર્ટી છોડવાના કારણો જણાવતા તેમણે કહ્યું હતું કે, મેં લોકોની સેવા કરવા ભાજપ છોડ્યું છે. ભાજપમાં  પ્રશ્નોને દબાવવામાં આવે છે. માહિલાશક્તિને દબાવવામાં આવે છે. સેલ્સ પર્સનની જેમ વર્તન થાય છે. માત્ર માર્કેટિંગ કરાવે છે. મહિલાઓને ટિકિટ નથી અપાતી. ભાજપમાં ડીસીપ્લીનના નામે સમાજના પ્રશ્નો ઉઠવાતા અટકાવાય છે. ભારતીય જનતા પાર્ટીએ સમાજની માંગણીઓ પુરી કરી નથી.પાટીદાર અનામત આંદોલન સમિતિ છોડવા પાછળના કારણોનો ખુલાસો કરતા તેમણે કહ્યું હતું  મેં ’પાસ’ સાથે કામ કર્યું તેનું ગૌરવ છે. મેં સંગઠન છોડ્યું છે, મુદ્દા નથી છોડ્યા. પાસના આગેવાનો બેક સાઈડથી પોલિટિક્સ કરવામાં માને છે. મારુ માનવું અલગ છે. સમાજ માટે હું ખુલીને પોલિટિક્સ કરવામાં માનું છું. હાર્દિક અને મારા વચ્ચે વિચારભેદ છે. તેઓ વિરોધ પક્ષને ટેકો આપવામાં માનતા હતા, જ્યારે હું ડાયરેકટ રાજનીતિ કરીયે તેવું ઇચ્છતી હતી. હું રાજકીય સ્પષ્ટતામાં માનું છું. 2017માં જ  જોડાવાનું હાર્દિકને કહેતી હતી. તે વખતે હાર્દિકની ઉંમર નહોતી, તેમને પોલિટિક્સ નહોતું કરવું. હવે પોલિટિક્સ કરવું છે.

લોકસભા ચૂંટણીમાં રાજકીય સમીકરણો અને લોકોની મનોવ્યથાનો તાગ લગાવતા તેમણે કહ્યું હતું કે, 2019 ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે. ઠેર ઠેર આંદોલન થાય છે. એસટી, આરોગ્ય, અને આંગણવાડી જેવા આંદોલન થયા છે.   છોડીને ભાજપમાં ભેળવાતા ધારાસભ્ય અંગે તેમને કહ્યું હતું કે, ભાજપ ખોખલો થઈ ગયો છે. ભાજપ હાલ કોંગ્રેસના ધારાસભ્યની ખરીદી કરે છે તેવું હું ના કહી શકું. સમાજલક્ષી કાર્યોની લાલચ પણ આપી હોય, જોકે ભાજપ ભરમાવે છે. લોકપ્રતિનિધિઓના સમાજલક્ષી કર્યો નહીં થાય. ભાજપ કોંગ્રેસયુક્ત થયો છે. ભાજપમાં ચાવડાની એન્ટ્રીથી કાર્યકરો  છે. હું ભાજપમાં જોડાઈ ત્યારે અનામતના પ્રશ્ન અંગે વિચારવાની ભાજપે વાત કરી હતી. ઇબીસીના અમલીકરણમાં ભાજપે દંભ કર્યો છે. બિન અનામત વર્ગના આયોગના ફંડ અંગે પણ રેશ્મા પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કેસ પરત ખેંચવા મામલે ગૃહમંત્રીનો રિસ્પોન્સ ખુબજ સારો હતો. 2017માં કરેલા વાયદા પુરા  જોઈએ. મૃતક પાટીદારોના પરિવારજનને નોકરી આપવાનું વચન પણ ભાજપે નથી પાળ્યું. અંતમાં તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં સમાજનીતિ અને રાજનીતિ એક છે. ભાજપના નેતાઓની તાનાશાહી માનસિકતા હંમેશા કાર્યકરોને દબાવે છે. ગદ્ધા મજૂરી માટેજ રાખવામાં આવે છે. ભાજપમાં દબાયેલા કાર્યકરોની હું વાચા છું.

Related posts

ડિજિટલ ગુજરાતઃ સ્ટેમ્પ ડ્યુટી પણ હવે ઓનલાઈન ભરી શકાશે

Nawanagar Time

ભાજપમાં ભડકો: ‘ઇમાનદાર’ ધારાસભ્યનું રાજીનામું!

Nawanagar Time

વાણિયા-વાગડિયા ડેમ મુદ્દે પ્રશ્ર્નો ઉઠાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ

Nawanagar Time

Leave a Comment