Nawanagar Time
ગુજરાત

કાલાવડમાં કાળમુખા ટ્રકે હડફેટે લેતાં નર્સનું મોત

nadar-dies-in-blackwalking-truck

ડેરી વડાળાથી ફરજ બજાવી પરત ફરતા માર્ગમાં જ જીવ ગુમાવ્યો

કાલાવડ:-કાલાવડમાં એસ.ટી. ડેપો સામે શુક્રવારે મોડી સાંજે પુરપાટ દોડતા ટ્રકના પાછલા વ્હીલમાં સ્કૂટર આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં સ્કૂટરચાલક નર્સ યુવતિનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના બનાવના પગલે સ્થળ પર લોકો એકત્ર થયા હતાં. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંઘ્યો છે.

કાલાવડમાં ગીતા મિલ પાછળના વિસ્તારમાં રહેતી અને કોન્ટ્રાકટ બેઇઝ પર નર્સ તરીકે નોકરી કરતી દ્રષ્ટીબેન ચંદ્રકાન્તભાઇ પરમાર (ઉ.વ.20) નામની યુવતિ શુક્રવારે મોડી સાંજે ડેરી વડાળા ગામેથી પોતાની ફરજ બજાવી એકિટવા સ્કૂટર પર કાલાવડ ખાતે ઘરે પરત આવી રહી હતી ત્યારે કાલાવડના એસ.ટી. ડેપો પાસેથી થતી વેળાએ પુરપાટ વેગે દોડતા ટ્રક હડફેટે સ્કૂટર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ટ્રકના પાછલા તોતીંગ વ્હીલ હેઠળ સ્કૂટર આવી જતાં ચાલક યુવતિને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરી હતી. આ બનાવની જાણ થતાં કાલાવડના પીઆઇ એસ.એસ. ભદોરીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભળી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પિટલ ખસેડયો હતો. મૃતક યુવતિ ડેરી વડાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોન્ટ્રાકટ બેઇઝથી નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું છે. આ બનાવની મૃતકના સગા દિનેશભાઇ ધનજીભાઇ પરમારની ફરિયાદ પરથી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંઘ્યો છે.

Related posts

કલ્યાણપુર જલારામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટયું

Nawanagar Time

જામનગરમાં બધું રિલાયન્સને પૂછીને કરવામાં આવે છે: હાર્દિક પટેલ

Nawanagar Time

ઘડી ડિટર્જન્ટ પ્લાન્ટમાં બોમ્બ, અફડા-તફડી : મોકડ્રીલ

Nawanagar Time

Leave a Comment