Nawanagar Time
ગુજરાત

ભાટિયા યાર્ડમાં ખેડૂત પાસે લાંચ માંગનાર નાફેડ કર્મચારી ઝડપાયા

nafed-employee-who-was-demanding-a-bribe-from-a-farmer-in-bhatia-yard-was-arrested

અવાર નવાર રૂપિયા લઈ સેમ્પલીંગ પાસ કરનારાઓનો ભાડોં ફુટયો, 3000 હજારની લાંચમાં આવી ગયા

ભાટીયા:-ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં મગફળીનું સેમ્પલ પાસ કરાવવા માટે ખેડૂત પાસે રૂપિયા 3 હજારની લાંચ માંગનાર નાફેડના કર્મચારી સહિત કુલ બે શખસોની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ માર્કેટીંગ યાર્ડમાં ચાલતાં કૌભાંડમાં અનેકની સંડોવણી ખૂલે તેવી ચર્ચા ચાલી રહી છે.

ભાટીયા ખાતે માર્કેટીગં યાર્ડમા અવાર નવાર ખેડૂતોના સેમ્પલીગં માટે રૂપીયા લેવાતા હોવાની ચર્ચાઓ થતી હતી પરંતુ રાત દિવસ એક કરી મગફળી આપવા આવતા ખેડુતો ને ફરજીયાત સેમ્પલીગં વાળાના તરભાણા ભરવા પડતા હોય છે.જો કોઈ ખેડુતનો તેરનો ઉતારો હોય તો સામાન્ય રીતે સરકાર દ્રારા આ મગફળી બોરામા 30 કીલો લેખે ખરીદ કરી લેવામા આવતી હોય છે.પરંતુ કેટલાક નાફેડના સબંધીત માણસો દ્રારા સેમ્પલીગં પ્રક્રિયામા અમુક એવી ક્ષતિઓ રાખવામા આવતી હોય છે જેના કારણે થોડીક નબળી મગફળી વાળા ખેડુતની મગફળી રીજેકટ થતી અને જો માલ રીજેકટ થાય તો દિવસો સુધી હાડમારી ભોગવી માલ ભરવાથી સેમ્પલીગં સુધીના લાબાં ખર્ચ ભોગવ્યા બાદ જે તે ખેડુતે વીલા મોઢે પાછુ ફરવાનુ થતુ હતુ.તેથી યાર્ડ મગફળી આવ્યા બાદ પણ અભણ ખેડુતોના ડરનો ઉપયોગ કરી નાણાનો તોડ કરવામા આવતો હતો.

જો કે પાપનો ઘડો ભરાઈ જવાનો હોય તેમ એક ખેડુત પાસેંથી નાણા માગંવામા આવ્યા વળી તે ખેડુતને મગફળી ટેકામા દેવાની હોય તેણે નાફેડના કોન્ટ્રાકટ દ્રારા કામ કરતા રાહુલ ચંપાલાલ રાણા અહી ભાટીયા માર્કેટીગં યાર્ડમા સેમપ્લીગં કરતા હોય તેમનો સંપર્ક બીજા એક ખાનગી મજુરી કરતા શખ્સ સાગાંરામ બાબુ લાલ દ્રારા સંપર્ક કરવામા આવ્યો ત્યા હાજર રાહુલ દ્રારા ખેડુતને જણાવવામા આવ્યુ હતુ કે રૂ 3000 આપશો તો તમારી મગફળીનું સેમ્પલ પાસ કરાવી દઈશ.જેને લઈને ખેડુત લાચં ન આપતા એસીબીને જાણ કરી હતી અને તેના આબાદ છટકામા લાચં લેતા બનેં આરોપીઓ પકડાઈ ગયા હોય .એસીબીના ટ્રેપીગં અધિકારી પો.ઈ.વીએમ ટાકં દ્રારા વિધીવત ફરીયાદ લઈ તપાસ હાથ ધરી હતી.સમગ્ર પ્રકરણ નેમદન નીસ નીયામક એચ.પી.દોશીના સુપર વિઝનમા અંજામ અપાયો હતો.

Related posts

સાંસદ પૂનમબેન માડમના કાર્યાલયને ખુલ્લુ મુકાયું

Nawanagar Time

દ્વારકાને મળ્યો બેસ્ટ પીલીગ્રિમેજ ડેસ્ટિનેશન એવોર્ડ

Nawanagar Time

હાલારમાં કાળચક્ર ફરી વળ્યું: જુદા-જુદા અકસ્માતમાં ચારના મોત

Nawanagar Time

Leave a Comment