Nawanagar Time
ગુજરાત જામનગર

લુંટૉરૂ ઓ નો ત્રાસ, નામીચીન દિવલાએ ફરી લખ્ખણ ઝળકાવ્યા: બે યુવાનોને લૂંટી લીધાં..

namicha-diwaya-again-shook-the-writing-two-youths-were-robbed

જામગનર:-જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક લુખ્ખા સખ્સે ગેંગ ઉભી કરી ગંભીર ગુના પર ગુના  રહ્યો છે અને પોલીસ ઘૂંઘટ તાણતી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. છ દિવસ પૂર્વે જ એમ્યુજમેન્ટ પાર્કમાં બઘડાટી બોલાવી ગુંડાગીરી આચર્યા બાદ ગત રાત્રે વધુ એક ઘટનાને અંજામ આપી બે યુવાનોને લુંટી લઇ આ ટોળકી નાશી ગઈ છે.

જામનગરમાં એક લુખ્ખો શખસ આતંક મચાવી ગંભીર ગુના પર ગુના  રહ્યો છે અને પોલીસ મુક પ્રેક્ષક બની ગઈ હોવાનું હાલ શહેરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા દીવાલા નામના સખ્સે ભૂતકાળમાં લૂંટ-મારામારી અને ચોરી સહિતના અનેક ગુનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેક્યો હતો. પોલીસ પકડમાં આવ્યા બાદ પણ પોલીસની કુણીનીતિના કારણે આ શખ્સને મોકળું મેદાન મળ્યું હોય  છેલ્લા એક સપ્તાહમાં બે ગંભીર ગુનાઓ આચર્યા છે. ગઈકાલે શહેરના દિગ્જામ સર્કલ પાસે મેહુલ સિનેમા નજીક સિક્કા જવા માટે ઉભેલ અકબર કાસમ સુભણિયા અને તેની સાથેના અન્ય એક વ્યક્તિને માથાભારે દીવાલા અને તેની સાથેના અન્ય ત્રણ શખસોએ આંતરી લીધા હતા અને છરી બતાવી જે રોકડ રકમ હોય તે આપી  કહ્યું હતું. દરમિયાન દીવાલે છરીનો એક ઘા કરી વાંસાના ભાગે અકબરભાઈને ઈજા પહોચાડી બંને પાસેથી રૂપિયા 14600ની રોકડ રકમ લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. અ બનાવ અંગે પોલીસે નામચીન સખ્સ સામે ફરિયાદ નોંધી શોધખોળ શરુ કરી છે. બીજી તરફ દીવલાના ગુનાહિત ઈતિહાસને પોલીસે જ પ્રોત્સાહન  હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પોલીસે આ સખ્સ સામે કડક હાથે કામ લેવાને બદલે ઢીલી નીતિ અપનાવતા ગંભીર ગુનાઓ આચરી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

Related posts

ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતી અંગે ધારાસભ્ય કાલરિયાના ગંભીર આક્ષેપ

Nawanagar Time

જામનગરમાં મ્યુકર માયકોસિસની એન્ટ્રી: દર્દીને આવ્યો અંધાપો

Nawanagar Time

રાજપૂત સમાજ દ્વારા રાજ્યમંત્રી હકુભા જાડેજાનું સન્માન

Nawanagar Time

Leave a Comment