Nawanagar Time
ગુજરાત વડોદરા

સરદાર સરોવર ડેમ છલકાયો; 26 દરવાજા ખોલાયા

કેવડિયા કોલોની: રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજાની ઊંચાઈ વધારાયા બાદ સૌ પ્રથમ વખત ઓવરફલો થયો છે. નર્મદા ડેમના 26 દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પડેલાં ભારે વરસાદના કારણે નર્મદા સરોવરમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. બે દિવસ પહેલાં એક જ દિવસમાં ડેમમાં વધુ પાણી આવતાં ડેમ છલકાઈ ગયો છે. ડેમ ઓવરફલો થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડેમની મુલાકાત લીધી હતી.

ડેમના દરવાજા ખોલાયા


નર્મદા જિલ્લો અને સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ તથા મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક છ લાખ ક્યુસેક થતાં ગુરુવારે રાત્રે નવ વાગે સપાટી 129.30 મીટરે પહોંચી હતી અને રાત્રે’ક વાગ્યા સુધીમાં 131 મીટર સુધી પહોંચી જતાં ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમમાં નિર્ધારિત સપાટી 131 મર્યાદિત રાખવાની હોવાથી લેવાયેલા આ નિર્ણયના પગલે નર્મદા, ભરૂચ તથા વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ રહેવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

અનેક ગામને એલર્ટ કરાયા


નર્મદા યોજના આલેખન (ડેમ અને પાવર હાઉશ) વર્તુળના અધિક્ષક દ્વારા જારી કરવામાં આવેલાં એક સંદેશામાં રાત્રે એક વાગે બંધમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે નદીના પટ્ટમાં કે કાંઠા વિસ્તારમાં કોઇએ અવર-જવર કરવી નહી. રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી છે. જેના પગલે નર્મદા યોજના આલેખન (ડેમ અને આલેખન) વર્તુળ, વડોદરાએ પત્ર જારી કર્યો છે.

અધિકારીઓને એલર્ટ કરાયા

નર્મદા જિલ્લાના કલેક્ટર આઇ.કે. પટેલ દ્વારા જિલ્લાના ક્લાસ-વન અધિકારીઓની એક ટીમની બેઠક બોલાવીને કાંઠા વિસ્તારના 42 ગામોની ડિઝાસ્ટર સંબધી જવાબદારી સોપી દીધી છે. જેમાં અધિકારીઓને મામલતદાર, સરપંચ, તલાટી અને પોલીસ જોડે સંકલન રાખવા સૂચના આપવામાં આવી છે. તેઓને રાહતની કામગીરી કરવાની સાથે ટ્રેકટર, જેસીબીની વ્યવસ્થા રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.

24 ગામને ચેતવણી અપાઈ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાલી અને નંદેરીયા(3), કરજણ તાલુકાના પુરા ,આલમપુરા, લીલાઈપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગડોલ, ઓઝ, સોમજ, દેલવાડા અને અર્જનપુરા(11), શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર,માંડવા અને સુરા શામળ(10) આમ,3 તાલુકાના 24 ગામો નર્મદા કાંઠે આવેલા છે એ તમામને સાવધ કરવામાં આવ્યા છે.

Related posts

વાહ, રે..! જામ્યુકો કર્મચારીએ રાજીનામું આપ્યું અને પત્રક બીલ લાખોમાં બન્યું !

Nawanagar Time

આનંદો : હવે ટ્રાફિક પોલીસને ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના કાગળો ડિજિટલ સ્વરૂપે બતાવી શકશો..

Nawanagar Time

ભાટિયામાં આજે પૂનમબેન માડમના સમર્થનમાં પબુભાના અધ્યક્ષ સ્થાને દરેક સમાજના આગેવાનોની સાંજે મિટિંગ

Nawanagar Time