Nawanagar Time
જામનગર શહેર

ફરી નર્મદાની પાઈપલાઈનામાં ભંગાણ, પ્રજાજનોને વઠવો પડશે પાણીકાપ

જામનગર શહેરને પાણી પૂરૂ પાડતી નર્મદા યોજનાની પાઈપલાઈનમાં મોરબીના સનાળા નજીક ફરી પાછું ભંગાણ સર્જાતા જામનગર શહેરને ચારથી પાંચ દિવસ તરસ્યું રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સ્થાનિક સોર્સમાં પાણી ખૂટી ગયાં હોય લોકોને ના-છૂટકે ખાનગી ટેન્કર ચાલક પાસેથી પાણી ખરીદવું પડે તેવી સ્થિતિ હોવાથી પાણીના ધંધામાં તેજી જોવા મળી રહી છે. શહેરને પાણી પૂરૂ પાડતી માળિયાથી આવતી નર્મદા પાઇપ લાઇન એનસી7 માં તા.29 ના સનાળા ગામે ભંગાણ થયું છે.

ત્રણ ચાર દિવસ લાગશે રીપેર થતા
આ પાઇપલાઇન લીકેજની રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ નર્મદા વિભાગના જણાવ્યા અનુસાર પાઇપ લાઇનને પૂર્વવત્ થવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગવાની શક્યતા છે.
ચાલુ માસમાં નર્મદાની લાઈનમાં ભંગાણ થયાંની આ બીજી ઘટના છે. બીજી તરફ નર્મદાની લાઇનમાં ભંગાણ થતાં શહેરને મળતાં પાણીના જથ્થામાં 50થી60 એમએલડી એટલે કે કુલ પાણી વતરણમાં 50 ટકાનો ઘટાડો થવાને કારણે શહેરમાં નર્મદાની પાઇપ લાઇન પૂર્વવત્ ન થાય ત્યાં સુધી પાણીકાપ રહેશે તેમ વોટરવર્કસ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

શું કહે છે ઉચ્ચ અધિકારીઓ?
જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પી.સી.બોખાણીએ જણાવ્યું હતું કે, સનાળા પાસે નર્મદાની પાઇપલાઇનમાં થયેલું લીકેજ અટકાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.આ કામગીરીમાં મદદ માટે જામ્યુકોની ટીમ પમ્પ સાથે રવાના થઇ છે.સનાળા પાસે જે સ્થળે નર્મદાની પાઇપલાઇન લીકેજ થઇ છે ત્યાં પ્રથમ પાણી ખાલી કરવું જરૂરી છે.પાણી સંપૂર્ણપણે ખાલી થયા બાદ રીપેરીંગની કામગીરી થઇ શકે.પરંતુ આ કામ થોડું મુશ્કેલીભર્યું હોવાથી બે થી ત્રણ દિવસનો સમય લાગવાની શકયતા છે.

પ્રજા ફરી પાણીની અછતમાં
જામનગરમાં મહાનગર પાલિકા દ્વારા ઝોન વાઇઝ એકાંતરા 110 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે.જેમાં નર્મદામાંથી 50થી 60 એમએલડી પાણીનો જથ્થો અને આજી3 માંથી 60 એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જીઆઇડીસી ફેઝ2માં 5 દિવસ પાણી વિતરણ થશે નહીં નર્મદા નિગમ દ્વારા પાણી વિતરણ બંધ કરવામાં આવતા દરેડ જીઆઇડીસી ફેસ-બે માં ચારથી પાંચ દિવસ માટે પાણી વિતરણ બંધ રહેશે.પરિસ્થિતિ યથાવત્ થતાં ફરીથી પાણીનું વિતરણ શરૂ કરવામાં આવશે. એક તરફ વરસાદ ખેંચાયો છે અને બોર-કૂવા-ડંકીના પાણી પણ ખૂટી ગયાં છે તેવા સમયે જ જીવાદોરી સમાન નર્મદાનું પાણી મળવાનું બંધ થતાં રવિવારે શહેરભરના વિસ્તારોમાં પાણી વિતરણ શક્ય બન્યું નહોતું, જેના કારણે પ્રજાજન ફરી પાણીની અછતનો સામનો કરશે.

 

Related posts

જામનગરમાં દારૂની પરમીટની 80 અરજી ફગાવાઇ

Nawanagar Time

માર્કેટિંગ યાર્ડમાં ફાયર સેફ્ટિનો અભાવ, જવાબદારી અંગે પદાધિકારીઓમાં ખો

Nawanagar Time

હાર્દિક પટેલ દ્વારા સરકાર સામે ઉઠાવાયા અનેક સવાલ

Nawanagar Time