Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓ એ કર્યો ખુલાસો, શુ નર્મદાનું પાણી દૂષિત?

narmada-water-contaminated

આરટીઆઈ એક્ટિવિસ્ટ-સામાજીક આગેવાનોનો ચોંકાવનારો ખુલાસો

ગાંધીનગર:-ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકોને દુષિત પાણી પિવડાવવામાં આવી રહ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈ એક્ટીવિસ્ટ તેમજ  આગેવાનોએ કર્યો છે. પર્યાવરણ મિત્રના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે ઘટસ્ફોટ કર્યો હતો.

ગુજરાત સરકાર રાજ્યભરમાં નર્મદાનુ પાણી આપે છે. આ પાણીનો ઉપયોગ રાજ્યભરના 65 ટકાથી વધુ લોકો કરી રહ્યા છે. પરંતુ આ પાણી ગંદુ છે પીવાલાયક નથી તેવો દાવો કરાયો છે. નર્મદાનુ પાણી દૂષિત થયાની જાણકારી જ્યારે  પાણી કાળુ થયું ત્યારે થઇ હતી. ગુજરાત પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા બોર્ડના વાર્ષિક અહેવાલમાં આ અંગે જણાવાયું હતું કે આ પાણીમાં એક લીટરે ટીડીએસની માત્રા 500 મિલીગ્રામ હોવુ જોઈએ.

પીવાના પાણીની શુદ્ધતા અંગે જે 13 ધોરણો નક્કી કરાયેલા છે, તેમાંથી 10 ધોરણો ગુજરાત સરકાર નીચે લાવી છે અને  ચાર કરોડ લોકોને પ્રદૂષિત પાણી પીવા ફરજ પાડે છે. સરકારની જળ ગુણવત્તા સમીક્ષા સમિતિ છે કે જે 2003-11 દરમ્યાન માત્ર 6 વખત મળી હતી.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હિસાબોમાં 2017-18માં જ રૂ. 855 કરોડના ગોટાળા છે એમ ઓડિટ અહેવાલ કહે છે. નિયત ધોરણો મુજબ હિસાબો રાખવામાં  નથી. પરંતુ રાજ્ય સરકારે વૈકલ્પિક સ્ત્રોતની ગેરહાજરીમાં 2000 ટીડીએસ કરી નાખ્યુ છે અને પીવાના પાણીના 13 ધોરણોમાંથી ઘટાડીને 10 ધોરણો સરકારએ કરી નાખ્યા છે, જેનાથી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ શકે છે અને ગંભીર બીમારી પણ થઇ શકે છે તેવો ભય વ્યક્ત કરાયો છે.

Related posts

રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે: સી.આર.પાટીલ

Nawanagar Time

ઐતિહાસિક સોમયજ્ઞમાં પુણ્યનું ભાથું બાંધતા હજારો વૈષ્ણવો

Nawanagar Time

નર્મદાના પાણીમાં ટીડીએસનું અધધધ પ્રમાણ

Nawanagar Time

Leave a Comment