Nawanagar Time
ગુજરાત

દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં તા.9 મી માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે

national-lok-adalats-will-be-held-on-9th-march-in-all-the-courts-of-devhampur-dwarka-district

જામ ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લાની  તમામ કોર્ટમાં શનિવાર તા.09મી માર્ચના રોજ ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138ના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ,  તકરારના કેસ, લેબર તકરારના કેસ, જમીન સંપાદન કેસ, વિજળી અને પાણી બીલ તથા સર્વિસ મેટરના કેસ, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ,(ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઇ હુકમના દાવા, વિશિષ્ટ દાદ અને કરાર પાલન) વિગેરેના કેસ, તથા અન્ય કેસ માટેની નેશનલ લોક અદાલતનું નાલ્સાના એકશન પ્લાન મુજબ આયોજન કરવામાં આવેલ છે. દેવભૂમિ  જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસમાં સમાધાન થી તકરારનું નિરાકરણ કરવા માંગતા હોય, તેઓના વકિલશ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તે કોર્ટમાં કેસ લોક અદાલતમા મુકવા અનુરોધ છે. લોક-અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમા પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી  છે. અને તેનાથી લોકોને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી સમાધાન કરી નિકાલ કરવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. તેમજ લોક અદાલત અંગે કોઇપણ માહિતી મેળવવી હોય, તો જિલ્લા કાનુની સેવા સતા મંડળનો ફોન નં.02833 233775 ઉપર સંર્પક કરવા તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ  હોય, તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા  દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનુની સેવા સત્તામંડળની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

રાજસ્થાનમાં ટ્રકે કચડી નાખતાં 13 ના મોત

Nawanagar Time

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વધતો વિરોધ : રેલ્વે પ્રોજેકટ સંપાદિત જમીનના ખેડૂતોએ આપી આત્મવિલોપનની ચીમકી

Nawanagar Time

જામનગર-દ્વારકા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક..

Nawanagar Time

Leave a Comment