Nawanagar Time
નેશનલ

ભારતીય સેનાને મોદી સેના કહેવા બદલ નકવીને નોટિસ

navkin-notice-to-indian-army-for-telling-modi-army

નવી દિલ્હી:-ચૂંટણીના મહાયુદ્ધમાં નેતાઓના નિવેદનો અને ટોણાઓ ચર્ચાઓનું કેન્દ્ર હોય છે. પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હવે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને ચૂંટણી પંચ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. બન્ને નેતાઓએ ભારતીય સેનાને  સેના કહીને સંબોધિત કર્યા છે.

’મોદીની સેના તો આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે’: નકવી – મુખ્તાર અબ્બાસ નકવીએ ઉત્તર પ્રદેશના રામપુરામાં કહ્યું કે, ’મોદીની સેના’ તો આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે. આ નિવેદન પર ઉત્તરપ્રદેશ ચૂંટણી પંચે રિપોર્ટ અહેવાલ માગ્યો છે. આ રિપોર્ટમાં નિવેદનનો વીડિયો પણ સામેલ કરવામાં આવશે.  તપાસ હાથ ધરવામાં આવશે. જેમા નિષ્ણાતોની ટીમ બારીકાઈથી તેનો અભ્યાસ કરશે. ત્યારબાદ જ આ અંગે કાર્યવાહી કરવા માટે કોઈ નિર્ણય લેવામા આવશે.

Related posts

મોદી રાજમાં બેંકોએ સાડા પાંચ લાખ કરોડની માંડવાળ કરી

Nawanagar Time

રાફેલ ડિલ પર સુપ્રિમના નિર્ણય બાદ અનિલ અંબાણીએ કહ્યું કે…

Nawanagar Time

2023થી ટેસ્ટ મેચ ચાર દિવસનો કરવા કવાયત

Nawanagar Time

Leave a Comment