Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

નવાઝુદ્દીન સિદ્દિકીની નવી મૂવી ઠાકરેનું ટ્રેઇલર થયું લોન્ચ,જુઓ તે કયો રોલ નિભાવી રહ્યા છે…

nawazuddin-siddiqui-new-movie-thackrey-launches-a-trailer-see-what-role-he-is-playing
  1. ટ્રેલર રીલીઝઃ

    છેવટે નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી ઠાકરે ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં નવાઝ શિવસેનાના વડા બાલ ઠાકરેનો રોલ નિભાવી રહ્યો છે. આ તેમના જીવનના સંઘર્ષની કથા છે જેમાં તેમણે પોલિટિકલ પાર્ટી શિવસેનાનું નિર્માણ કર્યું હતુ.

  2. નવાઝની દમદાર એક્ટિંગઃ

    નવાઝુદ્દીન આ ટ્રેલરમાં બાલ ઠાકરેની ભૂમિકામાં પોતાની જાતને ઉતારવામાં સફળ થયો હોય એવુ લાગી રહ્યું છે. ટ્રેલરમાં બાલ ઠાકરેના જીવનના શરૂઆતના દિવસોથી માંડીને મહારાષ્ટ્રના પોલિટિક્સમાં પગ જમાવવા સુધી અનેક બનાવોની ઝલક છે.

  3. 25 જાન્યુઆરીએ રીલીઝ થશેઃ

    ફિલ્મની સિનેમેટોગ્રાફી અને કેમેરા વર્ક જેટલુ સારુ છે, એટલું જ સારુ બેકગ્રાઉન્ડ મ્યઉઝિક છે. આ ફિલ્મ રીલીઝ થવાને 1 મહિનાનો સમય છે. નવાઝે પોતાની એક્ટિંગથી આ કિરદારમાં જીવ રેડી દીધો છે.

  4. નવાઝની ત્રીજી બાયોપિકઃ

    ઉલ્લેખનીય છે કે નવાઝ આ પહેલા દશરથ માંઝીની બાયોપિક ફિલ્મ માંઝી-ધ માઉન્ટેન મેન અને હસન મંટોની બાયોપિક મંટોમાં દેથાઈ ચૂક્યો છે. આ તેની ત્રીજી બાયોપિક ફિલ્મ છે. બંને ફિલ્મમાં નવાઝની એક્ટિંગ વખણાઈ હતી. ત્રીજી ફિલ્મ પાસે પણ દર્શકોને સારી અપેક્ષા છે.

Related posts

પ્રીતિ ઝીંટાનું બોલીવુડમાં કમબેક, મહત્વની ફિલ્મ ઓફર થઈ

Nawanagar Time

અંગત દુશ્મનાવટને કારણે બૉલીવુડના આ કલાકાર પર ખોટા આરોપો લગાવાયા…

Nawanagar Time

રજનીકાંતના દીકરી સૌંદર્યાના ફેબ્રુઆરીમાં લગ્ન ?

Nawanagar Time

Leave a Comment