Nawanagar Time
ગુજરાત

દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવશે નયારા એનર્જી

nayara-energy-will-develop-goddess-dwarka-as-a-petrochemical-hub

વાઇબ્રન્ટ ગુજરાત-2019 સમિટમાં ગુજરાત સરકાર સાથે નયારા એનર્જીએ સમજુતિ કરાર પર હસ્તાક્ષર કર્યા

ખંભાળિયા:-રોઝેનેફટના નેજા હેઠળની એકીકૃત ડાઉનસ્ટ્રીમ ઓઇલ કંપની અને ટ્રાફિગુરા તથા યુસીપી ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપની નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમિકલ હબ તરીકે વિકસાવવા યુએસડી 850 મિલિયનનું રોકાણ કરવા અંગે નવમાં વાઇબ્રન્ટ ગુજરાત- 2019 સમીટમાં ગુજરાત સરકાર સાથે સમજુતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

નયારા એનર્જીએ વિસ્તરણ યોજનાના તબકકા હેઠળ વાડીનાર રીફાઇનરીમાં રિફાઇનર એકમ તથા પેટ્રોકેમિકલ એકમની સ્થાપના કરવા માટે યુએસડી 850 મિલિયનનું મૂડીરોકાણ કરવા આયોજન ઘડયું છે. જે અંગે પ્રતિબઘ્ધ થઇ ગાંધીનગરમાં યોજાયેલી નવમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સમજુતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ મૂડીરોકાણથી સમગ્ર ભારતમાં દેવભૂમિ દ્વારકાને પેટ્રોકેમીકલ હબ તરીકેનું ગૌરવ પ્રાપ્ત થશે અને જિલ્લાના વિકાસને નોંધપાત્ર સહયોગય સાંપડશે.

વાઇબ્રન્ટ ગુજરાત-2019 સમિટ દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે રોઝનેફટના ગ્લોબલ હેડ (ડાઉન સ્ટ્રીમ બિઝનેશ) શ્રી ડીડીએર કાસીમેરો તથા નયારા એનર્જીના ચીફ એકઝીયુટીવ ઓફીસરશ્રી બી. આનંદએ મહત્વની મુલાકાત કરી હતી.  નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર બી. આનંદે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા અને વિકાસની સમાન વિચારધારાના હેતુ સિઘ્ધ કરવા અંગે અમે ગૌરવ અનુભવીએ છીએ. અમારા મૂડીરોકાણ અને રિટેઇલ ક્ષેત્રમાં ચાલી રહેલા વિસ્તરણ થકી ભારતની ઉર્જાશકિતમાં વધારો કરવા તથા દરેક ઉર્જા પ્રદાન કરવાની અમારી યોજના છે.

એમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારૂ નવું નામ- નયારા, એ સૂચવે છે કે અમે ભારતીય અને વૈશ્ર્વિક ઉર્જા બજારની વેલ્યુ ચેઇનમાં ગુણવત ા પૂર્ણ ઉત્પાદનો અને સેવા સુપ્રત કરવાનું વિઝન ધરાવીએ છીએ. આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી અમે ખાતરી આપીએ છીએ કે અમારા મૂલ્યો પણ તમામ જોડાણોમાં પ્રતિબિંબ થાય.

Related posts

જોડિયા નજીક એસટી બસ પુલ નીચે ખાબકી

Nawanagar Time

મતદાર યાદીમાં ગોટાળા : 1950 હેલ્પ લાઇનમાં ફરિયાદનો ધોધ

Nawanagar Time

ચૂંટણી ટાણે જ ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રદેશમંત્રીએ રાજીનામું આપ્યું

Nawanagar Time

Leave a Comment