Nawanagar Time
ગુજરાત નેશનલ

બોર્ડના નબળા પરિણામો માટે શાળા સંચાલકો સામે પગલાં લેવાતાં જ નથી: શિક્ષણાધિકારીનો એકરાર

no-action-is-taken-against-the-school-teachers-for-the-poor-results-of-the-board-the-testimony-of-the-educator

30 ટકાથી ઓછું પરિણામ આપનારી શાળાના આચાર્યને અપાઈ નોટિસ

આગામી બોર્ડની પરીક્ષાઓ હવે આવી રહી છે ત્યારે નબળા પરિણામો આવે છે તેવી શાળાઓ ના સંચાલકો સામે કંઇ પગલા લેવાતા નથી. તેમ જિલ્લા શિક્ષણ અધીકારી એ સતાવાર  જણાવ્યુ  છે.

જિલ્લાની સરકારી અને  ગ્રાન્ટેડ હાઇસ્કુલ ના બોર્ડ પરીક્ષાના પરિણામ કેટલા આવે છે તે પરિણામો ની ટકાવારી કેટલી છે. પરિણામ ની નકલ  આ શાળા ઓ અંગેની માહિતી આપતી વખતે શા માટે સાથે રખાઇ નથી. તેમજ જે શાળાઓના શુન્ય કે નબળા પરિણામો આવ્યા તેવી ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો સામે શુ પગલા લેવાયા વગેરે બાબતે શહેર ધારાસભ્ય એ માહિતી માંગી હતી.

જેના જવાબ માં જિલ્લા શિક્ષણ અધીકારી એ જણાવ્યુ હતુ કે ધોરણ 10 બોર્ડનુ 30 ટકાથી ઓછા પરીણામવાળી હાઇસ્કુલના આચાર્યશ્રીઓને નોટીસ અપાઇ છે. તેમજ મીટીંગ બોલાવી સમીક્ષા કરાય છે  સારૂ પરિણામ   મેળવનારી શાળાઓને દતક આપવા તથા શાળા સમય બાદ રિમિડીયલ શૈક્ષણિક કાર્ય કરવા માટે સુચવવામાં આવેલ છે. તેમજ શાળાઓનુ પરિણામ ત્રણ વર્ષ સુધી 30 ટકા થી ઓછુ આવે તો તે શાળાના આચાર્ય અને શિક્ષકોના ઇજાફા ભવિષ્ય ની અસર વિના અટકાવવાની કાર્યવાહી કરાય છે.

ઉલ્લેખનીય છે નબળા પરિણામ વાળી જિલ્લાની શાળાઓની સંખ્યા 27 થી વધુ છે.  બીજી તરફ શાળા સંચાલકો સામે પગલા લેવામા આવતા નથી તે બાબત મહત્વની અને સુચક છે.

Related posts

રાહુલ ગાંધી ચૂંટણી હારશે તો સિદ્ધુ રાજકારણ છોડી દેશે

Nawanagar Time

છ મહિલાઑ સહિત આઠ દેશી દારૂના ધંધાર્થીઓ ઝડપાયા તેમાથી એક ફરાર…

Nawanagar Time

વિધવા પેન્શનરો માટે પુનઃ લગ્ન નથી કર્યાનું પ્રમાણપત્ર હેરાનગતિરૂપ

Nawanagar Time

Leave a Comment