Nawanagar Time
ગુજરાત જામનગર

વૉટર વર્કસ દ્વારા ‘પાણી’ની જેમ ખર્ચાતા ‘નાણાં’ છતાં કોઇ પુછનાર નથી!

no-money-is-asked-by-water-works-as-water-but-money

ઓડિટ વિભાગનો ખુલાસો માંગવાની લાચારીએ અનેક પ્રશ્ર્નો ઉભા કર્યા

જામનગર:-જામ્યુકો દ્વારા પાણી વિતરણમાં સંતોષકારક સ્ટેજ નથી અને સાત લાખની જનતાને પાણીના મામલે નિયમિત સેવા મળતી નથી ત્યારે આ કહેવાતી સેવા પુરી પાડવામાં વોટર વર્કસ દ્વારા પાણીની જેમ નાણાં ખર્ચાય છે છતાં તેના દરેક રેકર્ડ ઓડિટમાં રજૂ કરાતાં નથી તેમ છતાં ઓડિટ વિભાગની ચોક્કસ કારણસર ખુલાસો માંગવાની પણ લાચારી ભરી સ્થિતી છે જે આશ્ર્વર્યની બાબત છે.

ઓડિટ વિભાગે હિસાબ માંગ્યો છે કે પાઇપ, વાલ્વ, ટી, ફીટીંગ્સ વગેરેનો વર્ષે કેટલો સ્ટોક આવે છે, તેમાંથી કેટલો સ્ટોક ઉપયોગમાં લેવાય છે, તેમાંથી સ્ટોક વધે છે કેટલો? તેની વિગત મંગાઇ છે, પરંતુ અપાઇ નથી. તેવી જ રીતે કેટલી એજન્સીઓને કામ અપાયું છે એ એજન્સીઓની ડીપોઝીટ કેટલી જમા લેવાઇ છે. કેટલી ડિપોઝિટ છૂટી કરાઇ છે. ઓડિટની મંજુરી વિના ડિપોઝિટ કેટલી છૂટી કરાઇ છે? આવી તમામ બાબતો અંગે પણ વોટર વર્કસ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે છતા વિગતો પૂરી પાડવામાં આવી નથી.

પાણીના ટાંકાવાર મેન્ટેનન્સ, વોટર સ્ટોક, વગેરેના પત્રકો જેને વોટર એનાલીસીસ, રેકર્ડ, ઓડિટ કહેવાય તેની વિગતો માંગવામાં આવી છે તે નિયમિત અપાઇ નથી નળ જોડાણ કેટલા છે? ભુતિયા નળ જોડાણો કેટલા છે? તે અંગે શું કાર્યવાહીઓ થઇ છે? તે તમામ બાબતો અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.

પોસ્ટ નાની પરંતુ ‘કદ’ વિરાટ: વૉટર વર્કસની વિશેષતા

ખુબ મહત્વની બાબત એ છે કે વોટર વર્કસના સૌથી મોટા વડા અમુક બાબતોમાં રૂચી દાખવતા નથી. તેમને દરેકને સાચવવા બીજુ મોટુ કાર્યક્ષેત્ર છે ત્યારે તેમની, તુરંતના નીચેના જેમને દાયકાથી ખુબ સારે ફાવટ એડજેસ્ટમેનટની આવી ગઇ છે તેનું કદ વધતું ગયું છે અને છેલ્લા બે વર્ષમાં તે કદ વિરાટ બની ગયું છે. વોટર વર્કસ એટલું વિશાળ છે જે નર્મદા સરદાર સરોવરથી માંડી ઘરના નળ સુધી વ્યાપેલું છે જેમાં જેટલા સાચવવા હોય એ સચવાય જાય માટે ઓડિટની પીપુડી પણ વાગતી નથી.

Related posts

1લી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી

Nawanagar Time

જામનગર જિલ્લામાં રી-સર્વેની કામગીરી એકા-એક બંધ કરાતાં દેકારો

Nawanagar Time

જામનગર ના સાસંદ પૂનમબેન માડમ ના પુત્રી શિવાની નું દુઃખદ અવસાન

Nawanagar Time

Leave a Comment