Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

બીજી ફેબ્રુઆરી સુધી ઠંડીમાં નહીં મળે રાહત

no-respite-in-cold-for-the-second-day-till-february

જમ્મુ-કાશ્મીરમાં આજથી હિમવર્ષાની આગાહી: કેરળ, તમિલનાડુમાં વરસાદની આગાહી

ગાંધીનગર:-સમગ્ર ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું છે અને હજુ વધુ બે દિવસ ઠંડીનો કહેર જોવા મળશે સુત્રોના જણાવ્યા મુજબ ભારે ઠંડા પવનો અને સારી એવી ઠંડી હજુ ચાલું રહેશે હજુ પણ જમ્મુ કશ્મીરમાં મધ્યમથી ભારે હિમવર્ષા થશે. તાજેતરમાં  સપ્તાહમાં રાજયના વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળી છે અને રાજયના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે. . તેમજ જમ્મુ કશ્મીરમાં ભારેથી અતિભારે હિમવર્ષા જોવા મળી છે. ઉત્ત્તરના મેદાની રાજયોમાં વરસાદ તેમજ કરા સાથે વરસાદ પણ જોવા મળ્યો.

તા.31 થી તા.2 ફેબ્રુ. દરમ્યાન કશ્મીરમાં મધ્યમ, ભારે હિમવર્ષા અને ઉતર ભારતના મેદાની રાજયોના  વરસાદ જોવા મળે તેવી શકયતા છે. સમગ્ર રાજયના વિસ્તારોમાં ક્રમશ: ઠંડીની વધુ તીવ્ર અસરો જોવા મળશે. હજુ પણ તા.30 સુધી સારી ઠંડી જળવાશે.પછી ના બે દિવસ સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં વિસ્તારો પ્રમાણે બેથી ત્રણ ડીગ્રી જેટલી ઠંડીમાં રાહત મળશે. ટુંકમાં બે દિવસ ભારે ઠંડીમાંથી થોડી રાહત મળશે. તા.2 ફેબ્રુ.માં ઠંડી  વધશે.

હાલ જે ભારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તે આવતીકાલ સુધી ચાલુ રહેશે. ત્યાર પછીના બે દિવસમાં પવન સામાન્ય થઇ જશે. એટલે કે નહિવત પવન રહેશે. બાદ પવન વધશે.પણ હાલ ફુંકાતા પવન કરતા ઓછો હશે. આગાહી સમયમાં એકાદ બે દિવસોમાં વાદળો વધુ છવાય તેવી શકયતા છે. તા.1 ફેબ્રુ.થી  દિશા બદલાશે. એટલે હાલ કરતા સવારના ભેજનું પ્રમાણ વધશે. અમુક વિસ્તારમાં લોકલ અનુકુળ પવનોથી ઝાકળ આવી શકે છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરોથી રાજસ્થાનમાં હિમવર્ષા થઇ હતી, તેમજ ઠંડા પવનોની અસરથી સોમવારે રાજ્યનાં 7 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે નોંધાયો હતો. કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં વધારો  લોકોએ દિવસે પણ ઠંડીનો અનુભવ કર્યો હતો.

Related posts

જામનગરમાં ‘જાડા’ના સત્તાધીશો દ્વારા જબરદસ્ત રસ્તા કૌભાંડ

Nawanagar Time

ચકી ચોખા ખાંડે છે.. કાલે વિશ્ર્વ ચકલી દિવસ

Nawanagar Time

વાહ પાટીદાર, હવે સુરતમાં પણ બનશે ખોડલધામ

Nawanagar Time

Leave a Comment