Nawanagar Time
નેશનલ સ્પોર્ટસ

પરિણામ નહીં તૌ પદવી નહીં.. જાણો શુ થયુ ઇન્ડિયન હોકી ટિમ નાં કોચ સાથે..

હોકી ઇન્ડિયાની પુરુષ ટીમના કોચ હરેન્દ્ર સિંહને પદ પરથી ખસેડવામાં આવ્યા છે. તેમને ફરી એકવાર જૂનિયર ટીમને કોંચિંગ આપવાનું કહેવામાં આવ્યું છે. આ નિર્ણય હોકી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનને લીધે લેવામાં આવ્યો છે. ગયા વર્ષે મે મહિનામાં હરેન્દ્ર સિંહને કોચ બનાવવામાં આવ્યા હતા.

ભારતીય હોકીમાં કોચ પદે સતત બદલાવ થતો રહ્યો છે અને હવે મે મહિનામાં નિયુક્ત થયેલા હરેન્દ્ર પણ હવે આ યાદીમાં સામેલ છે.

હોકી ઇન્ડિયાએ હરેન્દ્રને પદ પરથી ખસેડવાના કારણ અંગે જણાવ્યું કે, વર્ષ 2018 ભારતીય પુરુષ હોકી ટીમ માટે નિરાશાજનક રહ્યું અને ધારણા પ્રમાણે પરિણામો મળ્યા નથી. આથી હોકી ઇન્ડિયાને લાગે છે કે જૂનિયર કાર્યક્રમ પર ધ્યાન આપવાથી લાંબા સમયે લાભ થશે.

 હોકી ઇન્ડિયા ટૂંક સમયમાં જ જાહેરાત આપી ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ પદ માટે આવેદન મંગાવશે. ભારતીય ટીમ 23 માર્ચ 2019માં શરૂ થનારા સુલ્તાન અઝલન શાહ કપ માટે ફેબ્રુઆરી 2019માં અભ્યાસ શિબિરમાં ભાગ લેશે.

Related posts

આજે કતલની રાત: કાલે ત્રીજા તબક્કાનું મતદાન

Nawanagar Time

ફેડ કપમાં ગત ચેમ્પિયન ચેક રિપબ્લિક બહાર

Nawanagar Time

એથ્લેટીક મીટ સમારોહમાં ઘોડા દોડ, પફી માસ્કેટ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યા

Nawanagar Time

Leave a Comment