Nawanagar Time
ગાંધીનગર ગુજરાત બિઝનેસ

પાંચ લાખ સુધી કોઈ ટેકસ નહીં: બજેટમાં મોદીની સિકસર

no-tax-for-five-lakhs-modis-siksar-in-budget

હંગામી કેન્દ્રિય નાણાંમંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું: શ્રમિકો માટે ગેરેંટી પેન્શન યોજના: ખેડૂતોને મળશે વર્ષે 6 હજાર રૂપિયા

નવીદિલ્હી:-કેન્દ્રની મોદી સરકારે આજે આગામી લોકસભા પૂર્વેનું પોતાનું આખરી અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રિય નાણાંમંત્રી અરૂણ જેટલીની નાદુરસ્ત તબિયતના કારણે હંગામી નાણાંમંત્રી પીયૂષ ગોયલે બજેટ રજૂ કરતાં દેશના કરોડો લોકોના દિલ જીતી લે તેવી જાહેરાત કરી પાંચ લાખ સુધીની આવકને ટેકસ મુકત એટલે કે, આવક વેરાની મર્યાદામાંથી બહાર કરવાનું જાહેર કરાયું. સાથે કેન્દ્ર સરકારે આગામી ચૂંટણીને ધ્યાને લઈ ખેડૂતો ઉપર પણ નાણાંનો વરસાદ કરે તેવી જાહેરાતો કરી હતી.

વર્ષ 2019નું બજેટ રજૂ કરતા પીયુષ ગોયલે બે ભાષામાં બજેટની રજૂઆત કરી હતી. તેઓ પહેલા અંગ્રેજી અને બાદમાં હિન્દીમાં બજેટ બોલતા હતા. કારણ કે હિન્દી એ દેશની ભાષા છે અને સામાન્ય લોકો પણ તેને સમજી શકે. અત્યારે ચૂંટણી હોવાના કારણે આ પ્રકારે કરવું પણ યોગ્ય લાગી રહ્યું છે.

પોતાના બજેટમાં ખેડૂતો માટે નાણા મંત્રી પીયુષ ગોયલે જાહેરાત કરી હતી કે, 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને 6 હજારની સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો ફાયદો 12 કરોડ લોકોને મળશે, કુલ 75000 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું. એટલે કે મોદી સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને મનાવવા માટે આ બજેટને ખેડૂતલક્ષી બજેટ તરીકે જ રજૂ કર્યું છે.

રાહુલ ગાંધીએ જે રીતે રાજ્યોમાં ખેડૂતોની કર્ઝ માફીનો મુદ્દો બનાવ્યો એ રીતે ચૂંટણીમાં લાભ પણ મેળવ્યો. જેના થકી એક મોટી ચૂનોતી જોતા મોદી સરકારે 75 હજાર કરોડની પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી છે. જેનાથી 12 કરોડ ખેડૂતોના પરિવારોને સીધો આર્થિક લાભ દેવાની યોજના છે. જે મોદી સરકારનો મોટો દાવ છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ મોદી સરકારે બજેટમાં સિકસર મારતાં નાના અને મધ્યમ વર્ગના મતદારોને ખુશ કરવા રૂા.પ લાખ સુધીની આવકને સંપૂર્ણપણે ટેકસમુકત જાહેર કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે, વર્ષોથી લોકો આવકવેરાની મુક્તિ મર્યાદા વધે તેવી માંગ કરી રહ્યાં છે. આ સંજોગોમાં મોદી સરકારે લોકોને ખુશ કરવા મોટો નિર્ણય કર્યો છે. ઉપરાંત મધ્યમ વર્ગને ખુશખુશાલ કરવા 1પ હજાર સુધીની આવક ધરાવનારાઓ માટે પેન્શન યોજના પણ બજેટમાં સમાવી લીધી છે.

વર્ષ 2019માં દેશભરમાં ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શેરબજાર અને કોમોડિટી બજાર માટે ભાજપા સરકારનું ચાલુ ટર્મનું નવા વર્ષ માટેનું અંતિમ બજેટ કેવું હશે તેની ઉપર મીટ મંડાઈ છે. રોકાણકારો, જ્વેલર્સ, ખેડૂતો, વેપારીઓ માટે નવીન બજેટમાં કેટલી અને કેવી રાહતો આપવામાં આવશે તે સંદર્ભે અપેક્ષાઓનો ઢગલો પડયો છે.

મોદી સરકારના આગમન બાદ દરેક ક્ષેત્રે વિલીનીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભાજપા સરકારે તમામ ટેક્ષ મર્જ કરી ૠજઝ અમલી બનાવ્યો છે. સાથે સાથે મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોને પણ મર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. વાયદાના વેપારમાં તમામ શેરબજારો અને કોમોડિટી બજારોમાં એક્સચેન્જોનું વિલીનીકરણ કરી દરેક એક્સચેન્જોને તમામના વેપાર માટે લીલી ઝંડી આપી છે.

આ બજેટ ખેડૂતો માટે સૌથી મોટી ખુશીઓ લઇને આવે તેવી સંભાવના હતી. મોદીએ કોંગ્રેસને પાછળ રાખવી હશે તો ખેડૂતોને ખુશ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખેડૂતો સૌથી મોટી વોટબેંક હોવાથી મોદી કોઈ પણ સંજોગોમાં તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી ખેડૂતોને ખુશ કરવા નાના ખેડૂતો માટે રૂા.6 હજારનો સીધો જ લાભ જાહેર કર્યો છે. આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રે પણ મોદીએ નાણાંનો પટારો ખોલી 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

Related posts

ભાજપને બદનામ કરવા ઓડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ

Nawanagar Time

હવે દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં, રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

Nawanagar Time

વાણિયા-વાગડિયા ડેમ મુદ્દે પ્રશ્ર્નો ઉઠાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ

Nawanagar Time

Leave a Comment