Nawanagar Time
સ્વાદ પકવાન

મુંબઇનો તવા પુલાવ બનાવવો છે તો આ છે તેની રીત, નોંધી લો

note-that-if-mumbai-is-so-risal-then-its-way

સામગ્રી

  • 2 કપ – બાસમતી રાંધેલો ભાત
  • 1/2 ચમચી – જીરું
  • 1 નંગ -ડુંગળી જીણી સમારેલી
  • 1/2 ચમચી- આદુ, લસણની પેસ્ટ
  • 1 ચમચી – મરચુ જીણું સમારેલું
  • 1/2 કપ – ગાજર જીણા સમારેલા
  • 1 નંગ – ટામેટું જીણું સમારેલુ
  • 1/2 કપ – લીલા વાટાણા
  • 1 ચમચી – પાવભાજી મસાલો
  • 1/2 ચમચી – હળદર
  • 1/2 ચમચી – મરચું
  • 2 ચમચી – તેલ
  • સ્વાદાનુસાર – મીઠું
  • 1 ચમચી – કોથમીર
  • ડુંગળી અને લીંબુની રીંગ સજાવટ માટે

બનાવવાની રીત:-

સૌ પહેલા ગાજર અને વટાણાને બાફી લો. બફાઇ ગયા પછી તેમાંથી પાણી નીતારી લો. એક કડાઈમાં તેલ મુકો. તેમાં જીરું નાખો. જીરું લાલ કલરનું થાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી નાખો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઇ જાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને હલાવો. પછી તેમાં જીણા સુધારેલા ટામેટા નાખીને હલાવો. ટામેટા થોડા ચડવા લાગે પછી તેમાં બાફેલા ગાજર, વટાણા મરચા નાખો. ત્યારબાદ તેમાં પાવભાજી મસાલો, હળદર, મરચું, મીઠું ઉમેરીને ફરી વાર હલાવો. તેમાં રાંધેલો ભાત ઉમેરીને ધીરેથી બધું મિક્ષ કરો. કોથમરી, ડુંગળી, લીબુંથી તેને સજાવો, તો તૈયાર છે તવા પુલાવ…

Related posts

ઘરેજ બનાવો આ દિલ્હીની સ્પેશ્યલ સમોસા ચાટ.

Nawanagar Time

શિયાળામાં હેલ્ધી રહેવા માટે બનાવો લીલી હળદરનું શાક…

Nawanagar Time

માત્ર 10 મિનિટમાં જ બની જશે ટેસ્ટી ગાજરનું અથાણું

Nawanagar Time

Leave a Comment