Nawanagar Time
ગુજરાત જામનગર

ગૌવંશને પૌષ્ટિક લાડવાનું જમણ

nourishment-laddoo-for-cows

રણજીતનગર વેપારી મંડળના યુવાનો દ્વારા સપ્તાહમાં બે પૌષ્ટિક લાડુ બનાવાય છે

જામનગર:-જામનગરમાં રણજીતનગર વેપારી મંડળ દ્વારા ગૌમાતાને દર મંગળવાર અને શનિવારે પૌષ્ટિક લાડુ બનાવી ખવડાવવામાં આવે છે. શહેરમાં નિરાધાર ગાયોને પૌષ્ટિક ખોરાક જમાડી યુવાનો દ્વારા અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.

રણજીતનગર વેપારી મંડળના યુવાનો દ્વારા શહેરના રણજીતનગર, સત્યમ્ કોલોની અને ખોડીયાર કોલોની ગાયત્રી ગૌશાળા કે  બીમાર ગાયો માટેનો વાડો છે. ત્યાં દર મંગળ અને શનિવારે ગાય માતાના પૌષ્ટિક લાડુ ખવડાવવામાં આવે છે આ ઉપરાંત દર મહિને હાપા જલારામ મંદિર ગૌશાળામાં પણ 60 કિલો લાડુ આપવામાં આવે છે. તેમજ શ્ર્વાન અને પક્ષીઓને પણ બિસ્કીટ, ચણ ખવડાવવામાં આવે છે.

રણજીતનગર વેપારી મંડળના પ્રમુખ નિરજભાઇ પાલા, ચીફ  હિતેશભાઇ ચંદારાણા, મુકેશ લાખાણી, દિપક નડિયાપરા, દિનેશ દોઢીયા, હિતેશ મારૂ, હિતેશ લાલવાણી, દિલીપભાઇ પરમારભાઇ, પટેલભાઇ સહીતના યુવાનો દ્વારા નિ:સ્વાર્થ ભાવે આ સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવે છે.

nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows
nourishment-laddoo-for-cows

Related posts

ગુજરાતમાં 5 વર્ષમાં 705 વ્યંઢળ વધ્યા!

Nawanagar Time

ટીપીઓ અને એસ્ટેટ શાખાની મીલીભગતના કારણે ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટયો

Nawanagar Time

કાલાવડ નજીક સીમ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

Nawanagar Time

Leave a Comment