Nawanagar Time
નેશનલ

હવે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સને પણ અભ્યાસક્રમમાં સ્થાન

now-artificial-intelligence-is-also-ranked-in-the-curriculum

યોગ તથા બાળકોની માવજતનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવા નિર્ણય

નવી દિલ્હી:-સીબીએસઈ  શૈક્ષણિક વર્ષથી યોગ, પ્રારંભિક વરસોમાં બાળકોની માવજત અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો નવા વિષય તરીકે શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરશે, એમ અધિકારીએ કહ્યું હતું. તાજેતરમાં જ મળેલી બોર્ડની સંચાલક સમિતિની બેઠકમાં આ ત્રણ વિષયનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

વર્ષ 2019-20થી સીબીએસઈ નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે  ઈન્ટેલિજન્સનો છઠ્ઠા વૈકલ્પિક વિષય તરીકે સમાવેશ કરશે. શૈક્ષણિક ક્ષેત્રે બહુલક્ષી શિસ્ત અભિગમને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને સંવેદનશીલ બનાવવા

શાળાઓ આઠમા ધોરણથી જ 12 કલાકનું ‘ઈન્સ્પાયર મોડ્યુલ’ (એઆઈ) શરૂ કરે તેવી શક્યતા હોવાનું બોર્ડના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

યોગ અને પ્રારંભિક વરસોમાં બાળકોની માવજત જેવા વૈકલ્પિક વિષયો સિનિયર સેક્ધડરી  શરૂ કરવાનો પણ બોર્ડે નિર્ણય લીધો હોવાનું તેમણે કહ્યું હતું. નિમાનુસાર હાલના પાંચ ફરજિયાત વિષયની સાથે વધારાના છઠ્ઠા વિષય તરીકે સેક્ધડરી સ્તરે સ્કીલ સબ્જેક્ટ પણ ઑફર કરવામાં આવે તેવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું.

જો વિદ્યાર્થી આ ત્રણ (વિજ્ઞાન, ગણિત અને સોશિયલ સાયન્સ)માંથી કોઈપણ એક વિષયમાં નાપાસ થાય તો  વિકાસ કરતો વિષય તેનું સ્થાન લેશે અને દસમા ધોરણનું પરિણામ શ્રેષ્ઠ પાંચ વિષયને આધાર બનાવીને તૈયાર કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.

Related posts

દેશની જુદી જુદી હાઈકોર્ટમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત

Nawanagar Time

10 કિલોનો શર્ટ પહેરીને સની લિયોનીએ કર્યુ ખાસ વર્કઆઉટ

Nawanagar Time

ટ્વિટર પર પાયલ-કવિતા વચ્ચે જામી ‘કેટ ફાઇટ’

Nawanagar Time

Leave a Comment