Nawanagar Time
સ્વાદ પકવાન

હવે ઘરે જ બનાવો સારા,શુદ્ધ અને સ્વાદિષ્ટ વેજપફ.

now-get-home-good-pure-and-delicious-vegpuff

સામગ્રી :-

  • પફ પેસ્ટ્રી શીટ
  • બાફેલાં બટેકા
  • તેલ
  • રાઇ
  • જીરૂ
  • હીંગ
  • મીઠો લીમડો
  • લીલાં મરચાં
  • જીણી સમારેલી ડુંગળી
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • બાફેલાં વટાણાં
  • મીઠુ
  • લીંબુનો રસ
  • ગરમ મસાલો
  • કોથમીર
  • બટર

પફ બનાવવાની રીત :-

  • પેન માં તેલ લઇ રાઇ જીરૂ, સમારેલો મીઠો લીમડો, લીલાં મરચાં, હીંગ, ડુંગળી વઘારી થોડી બ્રાઉન થવા આવે એટલે હળદર, લાલ મરચું, ગરમ મસાલો ઉમેરી બાફીને મૅશ કરેલાં બટેકા અને વટાણાં ઉમેરો. તેમાં મીઠુ, લીંબુનો રસ, કોથમીર મિક્સ કરી પ્લેટમાં કાઢી ઠંડુ કરી લો. ઓવન ને ૨૦૦-૨૨૦ સેલ્સિયસ પર પ્રિ-હીટ કરવા મકો. બેકીંગ ટ્રે પર બટર પેપર મૂકી તેલ લગાવી દો.
  •  પેસ્ટ્રી શીટ લઇ જરૂર મૂજબ લંબચોરસ શેપમાં કટ કરી એકબાજૂ મસાલો મૂકી શીટ ની કિનાર પર થોડું પાણી લગાવી ફોલ્ડ કરી બેકીંગ ટ્રે માં ગોઠવો. બધાં પફ રેડી થાય પછી તેનાંઉપર બટર લગાવી ઓવન માં ૩૦-૪૦ મિનિટ માટે બેક કરવાં મૂકો. છેલ્લી ૫-૭ મિનિટ ૧૮૦ સેલ્સિયસ પર રાખી બેક કરવું.દરેક ઓવનનું ટેમ્પ્રેચર અલગ હોય છે એટલે ધ્યાન રાખવું પફ બર્ન ના થઇ જાય.

Related posts

કઈક નવીન બનાવવા ઇચ્છતા હોય તો આજે જ ઘરે બનાવો આ કાકડીના થેપલા

Nawanagar Time

બાળકોને મજા પડી જાય ચાટ ધરેજ બનાવો આ બાસ્કેટ ચાટ

Nawanagar Time

આજના ભોજન માં ઘરે બનાવો આ સ્વાદીષ્ટ કેળાની કોફ્તા કરી

Nawanagar Time

Leave a Comment