Nawanagar Time
સ્વાદ પકવાન

હવે રીંગણા નહિ પરંતુ આ કારેલાનો ઓળો ખાઈ મજા પડી જશે

now-it-will-be-fun-to-eat-ornaments-but-not-the-eggplant
સામગ્રી
  • 1/2 કિલો – કારેલા
  • 2 નંગ – ઝીણી સમારેલી ડુંગળી
  • 5-6 નંગ – લસણની કળી
  • 3 નંગ – ઝીણા સમારેલા લીલા મરચા
  • 1 ચમચી – કોથમીર
  • 3 નંગ – ટામેટા (સમારેલા)
  • 1 ચમચી – જીરૂ
  • 1/2 ચમચી – રાઇ
  • 1/2 ચમચી – હળદર પાવડર
  • 1 ચમચી – ગરમ મસાલો
  • 1 ચમચી – આમચૂર મસાલો
  • 1 ચમચી – ધાણા પાવડર
  • સ્વાદાનુસાર – મીઠુ
  • જરૂરિયાત મુડબ – પાણી
બનાવવાની રીત

સૌ પ્રથમ કારેલાને ધોઇ લો. હવે કારેલાને વચ્ચેથી કટ લગાવીને તેને બીજ નીકાળી સો. હવે મીડીયમ આંચ પર પેનમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમા ઉકળો આવતા જ કારેલા, હળદર અને મીઠુ ઉમેરીને 5 મિનિટ સુધી ઉકળવા દો. આમ કરવાથી કારેલાની કડવાશ ઓછી થઇ જશે. હવે તેને ગળણીથી ગાળીને તેનું પાણી નીકાળી લો અને સૂકવી લો. કારેલાનું પાણી સૂકાઇ જાય એટલે તેમા ગેસ પર મૂકી 1-2 મિનિટ શેકી લો. આમ કરવાથી ભરથામાં સ્મોકી ફ્લેવર આવશે. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ અને જીરૂ ઉમેરો, તે બાદ તેમા ડુંગળી, લસણ અને મરચા ઉમેરો, હવે તે બ્રાઉન થાય એટલે તેમા ટામેટા ઉમેરીને સાંતળી લો. ત્યાર પછી તેમા હળદર, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી લો. તેને બરાબર શેકી લો. હવે 2-3 ચમચી પાણી ઉમેરો, ત્યાર પછી કારેલા ઉમેરી તેને 5-6 મિનિટ રાખી મૂકો તે સોફ્ટ થાય એટલે તેમે મેશ કરી લો. અને 2-3 મિનિટ માટે રાખો. હવે તેમા કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે કારેલાનો ઓળો…

Related posts

લાઇટ ડિનર લેવાં બનાવો રસિયાં મૂઠિયાં

Nawanagar Time

ઠોસા કઈક નવીન બનાવવું છે?તો ટ્રાય કરો આ ચીઝ સ્પ્રિંગ ઢોંસા

Nawanagar Time

હવે ઓવન કે કૂકર વગર બનાવો આ સોફ્ટ એગલેસ કેક,જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

Leave a Comment