Nawanagar Time
ગુજરાત સુરત

વાહ પાટીદાર, હવે સુરતમાં પણ બનશે ખોડલધામ

now-khodaladham-will-become-surat

કાગવડ બાદ લેઉવા પટેલ સમાજનું બીજું તીર્થધામ બનશે

સુરત:-આગામી સમયગાળામાં ડાયમંડ નગરી ગણાતા શહેરમાં ખોડલધામ બનશે તેવી જાહેરાત કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના પ્રમુખે કરી હતી. સુરત ખાતે આજરોજ યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલ પાટીદાર અગ્રણી  પટેલે સુરતમાં બીજું એક ખોડલધામ બનશે તેવી જાહેરાત કરતા પાટીદારોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

સુરતમાં નરેશ પટેલે લેઉવા પટેલ આગેવાનો એન ઉદ્યોગકારો સાથે બેઠક યોજયા બાદ નિર્ણય જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે યોજાયેલ ખોડલધામના એક કાર્યક્રમમાં નરેશ પટેલ હીરાની નગરીમાં એક ખોડલધામ બનવાની જાહેરાત કરી  આ સાથે જ તેમણે રાજકારણમાં યુવકોના પ્રવેશને લઇને પણ કાગવડ ધામના નરેશ પટેલ નિવેદન આપ્યું હતું. નરેશ પટેલે જણાવ્યું હતું કે, યુવઓ રાજકારણમાં જોડાય તે ખોટું નથી. તો નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ જાહેરાતને પગલે સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાગવડ ખોડલધામ લેઉઆ પાટીદાર સમાજ માટે વિશેષ આસ્થાનું  ગણાય છે. હાલ રાજકોટ નજીક આ તીર્થસ્થાન આવેલ છે. કાગવડમાં લેઉવા પટેલ સમાજે શિલ્પ શાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનુ નિર્માણ કર્યુ છે.

મંદિરમાં પિલર, છત, તોરણ, ધુમ્મટની ડિઝાઇન રાજસ્થાનના કારીગરોએ કંડાર્યા છે, જ્યારે મંદિરના બહારના ભાગ ફરતે 650 મૂર્તિઓ મુકવામાં આવી છે જે ઓરિસ્સાના કારીગરોએ કંડારી છે. આ મૂર્તિમાં  અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામાયણ, મહાભારત અને ગીતાના ધાર્મિક પ્રસંગો પણ કંડારીને મુકાયા છે. ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફુટ ઊંડે છે, એ પછી જમીનથી 18 ફૂટ ઊંચે પહેલો ભાગ અને 6.5 ફૂટ ઊંચાઇએ બીજો ભાગ તૈયાર કરવામાં આવ્યો છે.

 

Related posts

ભાજપ-કોંગેસથી વિમૂખ મતદારોનો ઝુકાવ અપક્ષ ઉમેદવાર તરફ વધ્યો

Nawanagar Time

હાર્દિક પટેલ જામનગરમાં આઠમીએ સભા ગજવશે

Nawanagar Time

ખંભાળિયા હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના, કારની ઠોકરે યુવાનનું મોત

Nawanagar Time

Leave a Comment