Nawanagar Time
ગુજરાત જામનગર

હવે શિવરાત્રિએ વડાપ્રધાન મોદી જામનગર આવશે

now-prime-minister-modi-will-come-to-jamnagar-in-shivratri

જોડિયા ડિસીલીનેશન પ્રોજેકટનું અગાઉ તા.ર8મીએ ખાતમુહૂર્ત નક્કી થયાં બાદ કાર્યક્રમમાં ફેરફાર: તૈયારીનો ધમધમાટ શરૂ

જામનગર:-જામનગર જિલ્લામાં જોડિયા ખાતે દરિયાના પાણીને શુદ્ધ પીવાલાયક કરવાની મહત્વાકાંક્ષી યોજનાના ખાતમુહૂર્ત માટે જામનગર આવી રહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત તારીખ હવે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. અગાઉ  અટકળો મુજબ તા.ર8ના બદલે વડાપ્રધાન મોદી તા.4 થી માર્ચને શિવરાત્રીના રોજ જામનગર પહોંચશે.

વડાપ્રધાનની 4થી માર્ચની મુલાકાતને અનુલક્ષીને આયોજન માટે જીલ્લા કલેકટર રવિશંકરના નેજા હેઠળ જિલ્લાના મોટા ભાગના વિભાગોના અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મ્યુ.કમિશનર સતિષ પટેલ, ડીડીઓ પ્રશસ્તિ પરીક, એસ.પી.શરદ સીંઘલ, અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા તેમજ  વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટે કલેકટરે જુદા-જુદા વિભાગોને સૂચનાઓ આપી હતી.

Related posts

બેનામી ચોપાનિયાં કે ભીંતપત્રો સામે ચૂંટણી તંત્ર ઘોંસ બોલાવશે

Nawanagar Time

જામનગરમાં આજે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ

Nawanagar Time

પટેલ કોલોની શેરી 10ને ક્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયો

Nawanagar Time

Leave a Comment