Nawanagar Time
બિઝનેસ

હવે એસબીઆઈ ગ્રાહકોને દ્વારે,ચેક, ડ્રાફટ અને ડોક્યુમેન્ટનું ઘરેથી પીકઅપ કરશે.

now-sbi-will-peek-at-customers-door-check-draft-and-document-from-home

બેંકની હોમ બ્રાંચથી 5 કિ.મી.ના દાયરામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સેવા આપશે

નવી દિલ્હી :-દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) પોતાના ખાસ ગ્રાહકો માટે તેમના દરવાજા સુધી સર્વિસ આપવા માટે આવી રહી છે. એસબીઆઇની આ નવી સુવિધા હેઠળ ગ્રાહકોને ઘણા પ્રકારની સેવાઓ ઘર પર જ મળશે. તેમાં કેશ પિકઅપ અને ડિલિવરી, ચેક પિક-અપ, ચેક બુકની અરજી સ્લિપની પિકઅપ,  ડિલિવરી અને ટર્મ ડિપોઝિટ સાથે જોડાયેલી સલાહ, લાઇફ સર્ટિફિકેટ પિકઅપ, ઇનકમના ઉદ્દેશ્ય સાથે ફોર્મ 15એચનું પીકઅપ સામેલ છે.

એસબીઆઈએ પોતાની આ વિશેષ સેવા પોતાના તે ગ્રાહકો માટે શરૂ કરી છે જે વરિષ્ઠ નાગરિક છે અને જેની ઉંમર 70 વર્ષથી વધુ છે અથવા જે દિવ્યાંગ (દ્વષ્ટિ દિવ્યાંગ) છે. બેંકની આ  સુવિધા હેઠળ ઉપરોક્ત સેવાઓ અત્યારે ફક્ત સિલેક્ટેડ શાખાઓમાં ઉપલબ્ધ છે. એસબીઆઈ ની ડોરસ્ટોપ બેકિંગ સર્વિસિઝની સુવિધા ફક્ત તે ગ્રાહકોને મળશે જેનું કેવાઇસી પુરો થઇ ચૂક્યું છે અને જેનો મોબાઇલ નંબર બ્રાંચમાં અપડેટ છે, સાથે જ જે બેંકની હોમ બ્રાંચથી 5 કિ.મી.ના દાયરામાં રહે છે.

એસબીઆઈની ડોરસ્ટોપ બેકિંગ સર્વિસિઝ તે  નહી મળે જેનું જોઇન્ટ એકાઉન્ટ છે અથવા માઇનર એકાઉન્ટ છે અથવા એવું એકાઉન્ટ છે જે બિન-વ્યક્તિગત છે. એવું નથી કે એસબીઆઈ પોતાના વિશેષ ગ્રાહકોને ડોરસ્ટેપ બેકિંગની સુવિધા મફતમાં ઉપલબ્ધ કરાવી રહી છે. જો એસબીઆઈ ના એકાઉન્ટ ધારક નાણાકીય લેણદેણ કરે છે તો તેને પ્રતિ ટ્રાંજેક્શન 100 ચૂકવવા પડશે. જો  પિક અપ જેવા નોન-ફાઇનેંશિયલ લેણદેણ કરે છે તો તેને 60 રૂપિયા પ્રતિ ટ્રાન્જેકશન ચૂકવવા પડશે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોને પોતાના હોમ બ્રાંચમાં રજિસ્ટ્રેશનમાં કરાવવું પડશે સાથે જ દિવ્યાંગોના મામલે મેડિકલ સર્ટિફિકેટ પણ આપવું પડશે.

Related posts

નાણાકીય વર્ષના પહેલાં દિવસે સેન્સેક્સ પહેલીવાર 39000ની પાર, નિફ્ટી 11700 અપ

Nawanagar Time

ધ્રોલ યાર્ડમાં ચણા ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તપાસના આદેશ

Nawanagar Time

ઉજાલાના અંધારા: પીજીવીસીએલએ ગ્રાહકને બીલ સાથે LED ચાર્જ ધાબડી દેવાયાનો આક્ષેપ

Nawanagar Time

Leave a Comment