Nawanagar Time
બિઝનેસ

હવે જી-મેઈલથી પણ મોકલી શકશો પૈસા, ગૂગલએ ભારતીય યુઝર્સ માટે શરૂ કરી સેવા

now-send-money-from-g-mail-google-launches-service-for-indian-users

નવી  જીમેલ (ગૂગલ) નો ઉપયોગ કરનારા ભારતીયો માટે સારા સમાચાર છે. ૠજ્ઞજ્ઞલહય દ્વારા ભારતીય યુઝર્સ માટે એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. ગૂગલની આ સેવા નાણાકીય ક્ષેત્રે ક્રાંતિકારી બની રહે એવી સંભાવનાઓ પણ જોવાઇ રહી છે. આ નવી સેવામાં હવે તમે જીમેલ દ્વારા નાણા ટ્રાન્સફર કરી શકશો. માત્ર એક  મારફતે તમે પૈસા મોકલી શકશો. ગૂગલની આ સુવિધા ગૂગલ પે પર શરૂ કરવામાં આવી છે. વિશ્વના અન્ય દેશોમાં અગાઉથી આ સેવા ઉપયોગમાં છે. પરંતુ પહેલીવાર ભારતીય યુઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. જોકે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. શરત એટલી છે કે આ  ફાયદો લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ સાથોસાથ તમારૂ ૠળફશહ એકાઉન્ટ હોવું જોઇએ. જેના મારફતે તમે તમારા મિત્રો અને પરિવારજનોને પૈસા મોકલી શકશો. જોકે હાલમાં આ સેવા માત્ર પસંદગીના લોકોને જ આપવામાં આવી છે. પરંતુ ઝડપથી બધા માટે સુવિધા શરૂ કરાશે.  એપ પર પણ સુવિધા શરૂ.

ગૂગલે જીમેલથી પૈસા મોકલવા માટેનું નવું ફિચર શરૂ કર્યું છે. જેનાથી તમે ગમે તેને પૈસા મોકલી શકો છો. આ પૈસા જીમેલ એટેચમેન્ટથી મોકલી શકાશે. આ સુવિધા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે. હાલમાં આ સુવિધાનો ઉપયોગ માત્ર ડેસ્ક ટોપ બ્રાઉઝર પર જ ઉપલબ્ધ હતી. જોકે હવે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર  મારફતે શરૂ કરવામાં આવી છે. તમને જણાવીએ કે, ઇ-મેલ મારફતે પૈસા મોકલવાની પ્રક્રિયા માટે સામે જી-મેલનું જ એકાઉન્ટ જોઇએ એવું પણ નથી, માત્ર મેઇલ એકાઉન્ટ હોવું જોવું જોઇએ.

Related posts

90% ભારતીયોએ ખર્ચા ઘટાડ્યા

Nawanagar Time

બચત કરવાની આદત લાંબેગાળે ફાયદાકારક સાબિત થઈ શકે

Nawanagar Time

આવનારા દિવસોમાં બે હજારથી વધુ નોકરી આપશે સ્વિડનની કંપની

Nawanagar Time

Leave a Comment