Nawanagar Time
ટેક્નોલૉજી

હવે સીલિંગ ફેનને પણ મોબાઇલથી કરી શકશો કંન્ટ્રોલ, જાણો કેવી રીતે

now-the-sealing-fan-can-also-be-controlled-from-the-mobile-learn-how

તમારે વારંવાર તમારી જગ્યાએથી ઉભા થઇને પંખો ચાલુ- બંધ કરવા જવુ પડે છે. આ સમાચાર તમારા માટે છે. લાવા ઇન્ટરનેશનલની સબ-બ્રાંડ ઓટોમેટ ઇન્ટરનેશનલે ભારતમાં સ્માર્ટ સીલિંગ પંખો લોન્ચ કર્યો છે. ઓટોમેટ સ્માર્ટ ફેનની સુવિધા એ છે કે તેમાં બ્લૂટુથનો સપોર્ટ છે અને તેની સહાયથી તમે ફોન દ્વારા પંખાને બંધ કરી શકો છો અને ચાલુ કરી શકો છો.

આ પંખાની અન્ય ખાસિયત એ છે કે તેને 16 મહિનાના પરિક્ષણ બાદ બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ માટે ભારતના લગભગ 750 ઘરોમાં સંશોધન કરવામાં આવ્યું છે. આ પંખાને એક એપ્લિકેશન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમા ક્વાલકોમના ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને બેંગ્લોરમાં ફોલે ડિઝાઇનની મદદથી ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ પંખામાં સામાન્ય પંખાની જેમ 5 લેવલ આપવામાં આવે છે. પંખાને કંન્ટ્રોલ કરવા માટે એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઇડ ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. એપ્લિકેશનમાં સ્લાઇડર સુવિધાની મદદથી તમે પંખાની ગતિ વધારી અથવા ઘટાડી શકો છો. સાથે જ એપ્લિકેશનમાં એક ટર્બો મોડ છે. જેની મદદથી પંખાની ગતિને 10 ટકા સુધી વધારી શકાય છે.

સાથે જ કંપનીએ એ પણ કહ્યું છે કે આ પંખાને ગૂગલ આસિસ્ટન્ટનો સપોર્ટ આપવા માટે ગૂગલ સાથે વાતચીત ચાલી રહી છે. ત્યારબાદ પંખાને બોલીને પણ કંન્ટ્રોલ કરી શકાશે. આ પંખામાં ખાસ વાત એ છે કે એક સાથે 200 બ્લટૂથ ડિવાઇસ સાથે આ કનેક્ટ થઇ શકે છે . જો તમારા ઘર પર મહેમાન આવ્યા આવ્યા છે અને તેમના ફોનમાં એપ છે તો તમે પણ તમારા ફોનમાંથી પંખાને કંન્ટ્રોલ કરી શકશો. આ પંખાની કિંમત 3999 રુપિયા અને તેની સાથે મળેલ રિમોર્ટની કિંમત 149 રુપિયા છે. આ પંખાને ઇસ્ટોલેશન ચાર્જ કિંમતમાં સામેલ છે.

Related posts

હવે આ રીતે કરો Whatsapp માં એક સાથે 256 લોકોને મેસેજ… આ રહી ટ્રીક…

Nawanagar Time

સમગ્ર રાજ્યમાં મેટરનીટી હોમ-હોસ્પિટલોમાં જન્મ-મરણની નોંધ ઓનલાઇન ફરજીયાત કરવી પડશે

Nawanagar Time

કોરોના આવશે કાબૂમાં? રૉબૉટ કરશે અસાધ્ય બિમારીઓનો ઈલાજ

Nawanagar Time

Leave a Comment